ગણેશ ભક્તો થીમ બેઝ પ્રતિમાનો ટ્રેન્ડ : શ્રીજીના પરિવારની પ્રતિમાની થશે સ્થાપના - At This Time

ગણેશ ભક્તો થીમ બેઝ પ્રતિમાનો ટ્રેન્ડ : શ્રીજીના પરિવારની પ્રતિમાની થશે સ્થાપના


- ટીવી પર આવતી ક્રિષ્ના સિરિયલના કારણે આ વર્ષે પાઘડી-ફેંટાવાળા શ્રીજીની પ્રતિમાનો નવો ટ્રેન્ડ - નાની પ્રતિમા લઈને ઘરે ડેકોરેશન કરી ગણેશજીની સ્થાપના  થઈ રહી છે :  શ્રીજીની પ્રતિમા પર ડાયમંડ વર્ક ની બોલબાલા, કેટલાક લોકોએ દગડુ શેઠના શ્રીજીની પ્રતિમા ની સ્થાપના કરશે સુરત,તા.23 ઓગષ્ટ 2022,મંગળવારસુરતમાં આ વર્ષે ગણેશોત્સવમાં થીમ બેઝ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. નાની પ્રતિમાનું ઘરે સ્થાપન કરીને ડેકોરેશન કરવા સાથે સાથે આ વર્ષે ટીવી સીરીયલ ક્રિષ્નાના કારણે ફેંટો તે સાફા વાળા શ્રીજીની પ્રતિમાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તો કેટલાક ગણેશ ભક્તો શ્રીજીની પ્રતિમા સાથે આખો શ્રીજી પરિવાર ઉપરાંત દગડુ શેઠની શ્રીજીની પ્રતિમા જેવી પ્રતિમાની સ્થાપના પણ કરી રહ્યાં છે. આ ઉપરાંત ઘરમાં કે સોસાયટીમાં નાના શ્રીજીની પ્રતિમા સાથે ડેકોરેશન કરવા માટેની તૈયારી પણ લોકો કરી રહ્યાં છે. શ્રાવણ મહિના સાથે હિન્દુ તહેવારોની વણઝાર શરૂ થઈ ગઈ છે જન્માષ્ટમી બાદ હવે સુરતીઓ ગણેશોત્સવ માટે તડામાર તૈયારી કરી રહ્યાં છે. સુરતમાં જન્માષ્ટમીની સાથે જ ગણેશ સ્થાપના માટે મંડપ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મહિનાઓ પહેલા જ લોકોએ શ્રીજીની પ્રતિમા બનાવવા માટે ઓર્ડર આપી દીધો છે. સુરતના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં માટીની શ્રીજીની પ્રતિમા બનાવનાર સુરેશ કોર્પે કહે છે આ વર્ષે લોકોએ ટીવી સિરીયલના ક્રિષ્નામાં જે ફેંટો ક્રિષ્ના ભગવાનને પહેરાવવામાં આવ્યો છે તે ફેંટા કે સાફો પહેર્યો છે તે પ્રકારની શ્રીજીની પ્રતિમાની ડિમાન્ડ વધી છે. તેથી વેલ્વેટ કે અન્ય કાપડનો સાફો બનાવીને તેના પર આર્ટીફીશીયલ ફ્લાવર મુકવામાં આવ્યા હોય તેવી પ્રતિમાનું બુકિંગ વધુ થયું છે. આ ઉપરાંત કેટલાક લોકોએ પુના દગડુ શેઠની શ્રીજીની પ્રતિમા જેવી પ્રતિમાની ડિમાન્ડ કરી રહ્યા છે.આ ઉપરાંત કેટલાક ગણેશ ભક્તો એવા છે જેઓ પહેલી વાર ગણેશોત્સવમાં ગણેશજીની પ્રતિમા સાથે સાથે ગણેશજી પરિવાર એટલે કે ગણેશજી તેમના પત્ની રિધ્ધિ સિધ્ધિ, પુત્ર શુભ લાભ, પુત્રી સંતોષી માતા, બહુ તૃષ્ટી પિષ્ટીઅને પૌથ્ર આનંદ પ્રમોદ સાથેના પરિવારની સ્થાપના પણ કરશે. આ ઉપરાંત શહેરમાં શ્રીજીની પ્રતિમાનું વેચાણ કરતાં મુર્તિકાર કહે છે, આ વર્ષે પણ ઘરમાં કે સોસાયટીમાં જે લોકો શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરે છે તે લોકો નાની પ્રતિમા સાથે ડેકોરેશન પર ભાર મુકી રહ્યાં છે. આ ઉપરાંત અનેક શ્રીજી ભક્તો પ્રતિમા પર ડાયમંડ વર્ક કરાવવા માટે ઓર્ડર આપી રહ્યાં છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.