જામનગરમાં કાલાવડ નાકા બહાર ખંભોત્રી ફળી વિસ્તારમાં વેપારીના મકાનને તસ્કરોને ધોળે દહાડે નિશાન બનાવ્યું
- તસ્કરો રોકડ અને સોનાના દાગીના મળી રૂપિયા ૭.૪૦ લાખની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ થી ચકચારજામનગર તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગરમાં કાલાવડ નાકા બહાર ખંભોત્રી ફળી વિસ્તારમાં રહેતા એક મેમણ વેપારીના મકાનને ગઈકાલે ધોડે દહાડે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને મકાનમાંથી સાડા પંદર તોલા સોનું અને રૂપિયા ૭૫ હજારની રોકડ સહિતની માલ મતાની ચોરી કરી ગયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ ની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ખંભોત્રી ફળી વિસ્તારમાં રહેતા ઉવેસ બસીરભાઈ લુસવાળા નામના મેમણ વેપારીએ પોતાના બંધ રહેણાક મકાનમાંથી રૂપિયા ૭૫ હજાર ની રોકડ રકમ તેમજ રૂપિયા ૬ લાખ ૬૫ હજારની કિંમતમાં સોનાના દાગીના જેમાં સોનાનો સેટ, મંગળસૂત્ર, સોનાના પાટલા, પેન્ડલ સેટ, બુટીયા, અને સોનાનો ચેન વગેરે નો સમાવેશ થાય છે, જે તમામ ઘરેણા ચોરી થઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. પોતાના રહેણાંક મકાનને ગઈકાલે સાંજે પાંચ વાગ્યે તાળું મારેલું હતું, અને બહાર ગયા હતા જેઓ રાત્રે ૧૦.૦૦ વાગ્યે પાછા ફરતાં ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી કોઈ તસ્કરોએ દરવાજાના નકુચા ગ્રીલ વગેરેને તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હોવાનું જોવા મળ્યું હતું. જે અંગેની ફરિયાદ કર્યા પછી સીટીએ. ડિવિઝનના પી.આઈ. એમ. જે. જલૂ તથા પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા સહિતની ટીમે ઘટના સ્થળે દોડી જઈ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરોને ઓળખવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.