જામનગરમાં રણજીત સાગર રોડ પર ફર્નિચરની દુકાનમાંથી પરચુરણ માલ સામાનની ચોરી
જામનગર,તા.13 ઓગષ્ટ 2022,શનિવારજામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી એક ફર્નિચરની દુકાનના ફળીયામાંથી તા ૪ ની રાત્રી દરમિયાન કોઇ તસ્કરો પરચુરણ માલ સામાનની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. આ ચોરીના બનાવ અંગેની વિગત એવી છે કે જામનગરમાં મયુર ટાઉનશીપમાં રહેતા અને રણજીતસાગર રોડ પર સમ્રાટ ફર્નિચર નામની દુકાન ધરાવતા નિશ્ચલ હસમુખભાઈ બારમેડા એ પોતાની ફર્નિચરની દુકાન ના ફળિયાના ભાગમાં રાખવામાં આવેલા ટર્પેન્ટાઈનના ડબલા, રોલ બ્રશ, વાયરના બંડલ, સીસીટીવી કેમેરાનો વાયર, જૂનો પંખો વગેરે મળી રૂપિયા સાડા છ હજારની માલમતાની કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે, અને સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરો ને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.