જામનગર તાલુકાના અલિયાવાડા ગામમાં આવેલી યુનિયન બેન્કમાં તસ્કર ત્રાટક્યા - At This Time

જામનગર તાલુકાના અલિયાવાડા ગામમાં આવેલી યુનિયન બેન્કમાં તસ્કર ત્રાટક્યા


- બેન્કની બારીના સળિયા વાળી અંદર પ્રવેશ કર્યા પછી સાહિત્ય રફેદફે કર્યું- સીસીટીવી કેમેરાના આધારે ચોરી કરવા આવેલા હાપાના નામચીન શખ્સની ઓળખ થઈજામનગર તા 5 જુલાઈ 2022,મંગળવાર જામનગર તાલુકાના આલિયા,બાડા ગામમાં આવેલી યુનિયન બેન્કમાં ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ તસ્કરને કશું હાથ લાગ્યું ન હોવાથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. સીસીટીવી કેમેરા ની મદદથી તસ્કરની ઓળખ થઈ ગઈ છે. જેને પોલીસ શોધી રહી છે.આ ચોરી ના બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં આવેલી યુનિયન બેન્ક કે જેમાં ગત ૩ તારીખની રાત્રિના ચોરીનો પ્રયાસ થયો હતો. કોઈ તસ્કરે બેંકની બારીના સળિયા વાળીને અંદર પ્રવેશ મેળવી લીધો હતો. ત્યારબાદ બેંકનું સાહિત્ય રફેદફે કરી નાખ્યું હતું.જો કે તસ્કરને કશું હાથ લાગ્યું ન હતું અને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. ચોરીના પ્રયાસના બનાવવા અંગે બેંકના અધિકારી બીપીનભાઈ ખરાઇબીલાલ દાવરાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસે કોન્સ્ટેબલ એચ.બી. પાંડવ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસ શરૂ કરી હતી.બેંકના સીસીટીવી કેમેંરામાં તસ્કર કેદ થયો હતો, અને તસ્કરનું નામ ફૈઝલ અને હાપા સ્ટેશન વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળી ગયું છે. જે આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જે હાલ ભાગી છૂટ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.