ભાસ્કર વિશેષ:અમેરિકાની હોટલોમાં ‘ફેમિલી મીલ’નો ટ્રેન્ડ, મહેમાનોથી પહેલાં કર્મચારીઓ એક સાથે જમે છે, તેનાથી કર્મચારીઓની હોટલ પ્રત્યેની પ્રામાણિકતા વધી - At This Time

ભાસ્કર વિશેષ:અમેરિકાની હોટલોમાં ‘ફેમિલી મીલ’નો ટ્રેન્ડ, મહેમાનોથી પહેલાં કર્મચારીઓ એક સાથે જમે છે, તેનાથી કર્મચારીઓની હોટલ પ્રત્યેની પ્રામાણિકતા વધી


તમામ હોટલ-રેસ્ટોરન્ટમાં બીજા માટે ભોજન પીરસનારાએ પોતાના ભોજન માટે કામની વચ્ચે સમય કાઢવો પડે છે. તેઓ એક સાથે નહીં પરંતુ એક પછી એક જમે છે. તેના માટે તેઓ ઘરેથી પોતાનું જમવાનું બનાવીને લાવે છે અથવા તો આસપાસ ક્યાંય જમે છે, પરંતુ અમેરિકાના મેનહટ્ટનની ‘લા બારનાર્ડિયન’ હોટલમાં મહેમાન પહેલાં હોટલના કર્મચારીઓ એક સાથે જમે છે. તેને ‘ફેમિલી મીલ’ કહેવામાં આવે છે. આ ‘ફેમિલી મીલ’ને બનાવવા માટે અલગથી શેફ રાખવામાં આવ્યા છે, જે માત્ર કર્મચારીઓ માટે સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. લા બારનાર્ડિયન આવું કરનારી અમેરિકાની એકમાત્ર હોટલ નથી. હવે આ ટ્રેન્ડ બની રહ્યો છે. અનેક મોટી હોટલ હવે પોતાના કર્મચારીઓની માનસિક અને શારીરિક ફિટનેસ પર ધ્યાન આપવા લાગી છે. ફેમિલી મીલ મારફતે કર્મચારીઓનું આરોગ્ય સુધરી રહ્યું છે અને તેઓ હોટલ પ્રત્યે વધુ પ્રામાણિક થઇ રહ્યા છે. તેમને તેમનું કામ સારું લાગે છે. તેમનું હોટલ ઉપરાંત પરસ્પર જોડાણ પણ મજબૂત બન્યું છે. સાથે જ ફેમિલી મીલ પર તેઓ એક સાથે પોતાના અનુભવ શેર કરી રહ્યા છે. નોર્થ કેરોલિનામાં અજા રેસ્ટોરન્ટના ભારતીય મૂળના શેફ ચિટ્ટી કુમાર કહે છે કે ફેમિલી મીલ એક પ્રકારનું ટ્રેનિંગ પ્લેટફોર્મ બની ગયું છે. આ એક તક છે જેમાં એક કુક શેફ બનવા તરફ આગળ વધે છે. તે પ્લાનિંગ, રેસિપીની સામગ્રીને સમજે છે, તેને સરસ રીતે પીરસે છે તેમજ ટાઇમ મેનેજમેન્ટ શીખે છે. ફેમિલી મીલ પર કર્મચારીઓ એકબીજાની ભૂલ તેમજ તેમના મહેમાનોને હેન્ડલ કરવાની રીત પણ શીખે છે. આ સાથે જ ભોજનનો ટેસ્ટ પણ થઇ જાય છે. તેનાથી તેઓ મહેમાનોને વધુ સારી ટ્રીટમેન્ટ આપી શકે છે. તેનાથી હોટલની કમાણી વધી છે. 11 વર્ષથી અલગ અલગ રેસ્ટોરન્ટ-હોટલના કિચનમાં કામ કરતા વિક્ટર એસ્તોલાનો કહે છે કે ફેમિલી મીલથી મૂડ સુધરે છે અને કામ કરવા માટે ઊર્જા મળે છે. ફેમિલી મીલને કારણે કર્મચારીઓ સમયસર રેસ્ટોરન્ટ-હોટલ પર પહોંચી રહ્યા છે
ફેમિલી મીલને કારણે કર્મચારીઓ મોડા આવવાને બદલે સમયસર હોટલ-રેસ્ટોરન્ટ પર પહોંચી રહ્યા છે. વાસ્તવમાં, ફેમિલી મીલ લંચ અને ડિનર શરૂ થતા પહેલાં જ પૂરું થઇ જાય છે. દરમિયાન કર્મચારીઓને નિર્ધારિત સમયમાં પહોંચવાનું હોય છે. સ્પેનિશન હોટલ રાત્રે 8 વાગ્યે ડિનર શરૂ કરે છે. દરમિયાન ફેમિલી મીલ 7 વાગ્યે થઇ જાય છે. એલ રાવલ રેસ્ટોરન્ટ તો સાંજે 4 વાગ્યે હોટલ શરૂ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.