સુપ્રીમ કોર્ટે પતંજલિ વિરૂદ્ધ માનહાનીનો કેસ બંધ કર્યો:ભ્રામક જાહેરાતો મુદ્દે બાબા રામદેવની માફી સ્વીકારી; ચેતવણી- કોર્ટના તમામ આદેશોનું પાલન કરવું પડશે - At This Time

સુપ્રીમ કોર્ટે પતંજલિ વિરૂદ્ધ માનહાનીનો કેસ બંધ કર્યો:ભ્રામક જાહેરાતો મુદ્દે બાબા રામદેવની માફી સ્વીકારી; ચેતવણી- કોર્ટના તમામ આદેશોનું પાલન કરવું પડશે


પતંજલિ આયુર્વેદ અને યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેમની સામે કોર્ટના ભ્રામક જાહેરાતનો કેસને બંધ કરી દીધો છે. કોર્ટે બંનેને કડક ચેતવણી આપતાં કહ્યું કે, જો તેઓ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને કંઈપણ કરશે, જેમ કે અગાઉ થયું હતું, તો કોર્ટ કડક સજા આપશે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે મંગળવારે (13 ઓગસ્ટ) ચુકાદો સંભળાવ્યો. 14 મેના રોજ સુપ્રીમ કોર્ટે માનહાની કેસની નોટિસ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરી હતી, જેમાં કોવિડ રસીકરણ અને એલોપેથીને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આખો મામલો પાંચ મુદ્દામાં સમજો કોર્ટે પૂછ્યું હતું કે, શા માટે તિરસ્કારનો કેસ શરૂ ન કરવો જોઈએ?
સુપ્રીમ કોર્ટે 21 નવેમ્બર, 2023 ના રોજ કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદે ખાતરી આપી છે કે હવેથી કોઈ કાયદાનું ઉલ્લંઘન થશે નહીં, ખાસ કરીને તેના ઉત્પાદનોની જાહેરાત અથવા બ્રાન્ડિંગ દરમિયાન. ઉપરાંત, દવાઓની અસરકારકતા અથવા કોઈપણ તબીબી પદ્ધતિ વિરુદ્ધ દાવો કરતું કોઈ નિવેદન કોઈપણ સ્વરૂપમાં મીડિયાને જારી કરવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું હતું કે પતંજલિ આ ખાતરી આપવા માટે બંધાયેલ છે. પરંતુ, તેમ છતાં સ્વામી રામદેવે નવેમ્બર 2023માં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ કોર્ટની કડક ટિપ્પણીની વાત કરી હતી. ખાતરી બાદ મીડિયામાં પતંજલિના નિવેદનથી સુપ્રીમ કોર્ટ નારાજ થઈ હતી. બાદમાં, શો કોઝ નોટિસ આપીને પુછવામાં આવ્યું હતું કે, તેમની સામે ભ્રામક જાહેરાતની કાર્યવાહી શા માટે ન શરૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અખબારમાં માફીપત્ર પણ પ્રકાશિત કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.