‘આલિયા બસુ ગાયબ હૈ’:વાર્તા જૂની છે, ટ્રીટમેન્ટ નવી છે, વિનય પાઠક અને રાઇમા સેનનો દમદાર અભિનય
વિનય પાઠક, રાયમા સેન અને સલીમ દીવાન સ્ટારર ફિલ્મ 'આલિયા બસુ ગાયબ હૈ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની લંબાઈ 1 કલાક 43 મિનિટ છે. દૈનિક ભાસ્કરે આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યું છે. શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા માત્ર ત્રણ પાત્રો વિક્રમ (વિનય પાઠક), આલિયા બસુ (રાઈમા સેન) અને દીપક (સલીમ દીવાન)ની આસપાસ ફરે છે. આલિયા એક ધનિક ઉદ્યોગપતિ ગૌતમ બસુની પુત્રી છે. વિક્રમ અને દીપક પૈસા માટે તેનું અપહરણ કરે છે. આ બંને આલિયાના પિતા પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરે છે.આલિયા પોતાને અપહરણકર્તાથી મુક્ત કરાવવા માટે કેવો સંઘર્ષ કરે છે. અપહરણકર્તાની માંગણીઓ પૂરી થાય છે? કે આલિયા અપહરણકારોની ચુંગાલમાંથી છટકીને ભાગી જવામાં સફળ થાય છે. એ જાણવા માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
વિનય પાઠકે વિક્રમનું પાત્ર ખૂબ જ ઝીણવટથી ભજવ્યું છે. લાંબા સમય બાદ રાઇમા સેન એક અલગ પાત્રમાં જોવા મળી રહી છે. તેણે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ પણ કર્યો છે. 'બોલિવૂડ ડાયરીઝ' પછી સલીમ દીવાનની આ બીજી ફિલ્મ છે. તેણે સારું કામ પણ કર્યું છે. ડિરેક્શન કેવું છે?
ફિલ્મની વાર્તામાં કંઈ ખાસ નવું નથી. પરંતુ જે રીતે ફિલ્મના ડાયરેક્ટર પ્રીતિ સિંહે ત્રણેય પાત્રોને લઈને વાર્તા તૈયાર કરી છે. જે ઉત્તેજના પેદા કરે છે. તેણે રોમાંચ અને સસ્પેન્સ જાળવી રાખ્યું છે. તેણે ફિલ્મની શરૂઆતની આઠ મિનિટ કોઈ પણ સંવાદ વિના દર્શકોને જકડી રાખ્યા છે. જો કે ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ પર થોડું વધારે કામ થઈ શક્યું હોત. ફિલ્મનું સંગીત કેવું છે?
ફિલ્મમાં એવું કોઈ ગીત નથી જેની ચર્ચા કરવાની જરૂર પડે. ફિલ્મની વાર્તા પ્રમાણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નબળું છે. અંતિમ ચુકાદો, જુઓ કે નહીં?
આ ફિલ્મ સંદેશ આપે છે કે જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તમામ સંબંધો અજાણ્યા બની જાય છે. જો તમે સસ્પેન્સ થ્રિલર ફિલ્મો જોવાના શોખીન હો તો આ ફિલ્મ એકવાર જોઈ શકો છો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.