સપા નેતા બંદૂક લઈને અધિકારીઓની પાછળ દોડ્યા:યુપીમાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે માથાકૂટ કરી, પોલીસ જોતી રહી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ધુમનગંજ વિસ્તારના પ્રીતમ નગરમાં વિવેકાનંદ પાર્કની સફાઈ અને ગેરકાયદેસર દબાણ હટાવવા માટે મહાનગરપાલિકાની ટીમ જેસીબી સાથે પહોંચી હતી, ત્યારે સપા નેતા અમરનાથ સિંહ મૌર્ય પણ ત્યાં પહોંચ્યા હતા. તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું અને જ્યારે વાતચીત વધી તો તેણે બંદૂક લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની પાછળ દોડ્યા હતા. લાંબી બંદૂક લઈને દોડ્યા છતાં સંખ્યાબંધ પોલીસ અને અન્ય જવાનો ત્યાં ઊભા હતા તે મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા. યોગી સરકારે રાજ્યમાં ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. લખનૌના અકબરનગરમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાની તસવીરો હજુ પણ લોકોના મનમાં તાજી છે. ત્યાં આજે પ્રયાગરાજના ધૂમનનગરમાં પાર્કમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમની પાછળ સપાના નેતા લાંબી બંદૂક લઈને દોડ્યા હતા. ફુલપુર લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર અને સપા નેતા અમરનાથ સિંહ મૌર્યએ હાથમાં બંદૂક લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમનો પીછો કર્યો. એ બોલતા હતા કે, આપકો સમજ મેં નહીં આતા...? આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ આખો મામલો પાર્કના ગેરકાયદે કબજાના વિવાદ સાથે જોડાયેલો છે. ધુમનગંજના પ્રીતમ નગરમાં વિવેકાનંદ પાર્કની સફાઈ અને ગેરકાયદેસર દબાણ હટાવવા માટે મહાનગરપાલિકાની ટીમ જેસીબી સાથે પહોંચી હતી, ત્યારે સપા નેતા અમરનાથ સિંહ મૌર્ય પણ ત્યાં પહોંચ્યા હતા. તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું અને જ્યારે વાતચીત વધી તો તેણે બંદૂક લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનો પીછો કર્યો. આ પાર્કમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગણેશ ઉત્સવ શરૂ થવાનો છે. અગાઉ જેસીબી મશીન વડે કાટમાળ હટાવીને પાર્કની સફાઈ કરવા માટે મનપાની ટીમ અહીં પહોંચી હતી. ત્યારબાદ સપા નેતા સાથે ઘર્ષણ થયું અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અમરનાથ મૌર્યએ રાઈફલ લઈને કોર્પોરેશનના અધિકારીઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.