વડોદરા: વંદે ગુજરાત યાત્રાનો સરકારના મંત્રી દ્વારા જ પ્રોટોકોલનો ભંગ કરાયો
વડોદરા,તા.6 જુલાઈ 2022,બુધવારગુજરાત સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો અંગે વંદે ગુજરાત યાત્રા સમગ્ર ગુજરાતના વિધાનસભા મતવિસ્તારમાં ફરવાની છે તેના ભાગરૂપે પ્રથમ દિવસે બે કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાત સરકારના વિકાસ કાર્યોની 20 મિનિટની ફિલ્મ તેમજ વૃક્ષારોપણ અને ત્યારબાદ વંદે ગુજરાત યાત્રાને લીલી ઝંડી કાપી પ્રારંભ કરાવવા ના કાર્યક્રમની વડોદરાના શહેર વિધાનસભાના ધારાસભ્ય અને મહિલા અને બાળ વિકાસના મંત્રીએ ગુજરાત સરકારનો જ પ્રોટોકોલ અભરાઈએ ચડાવી દઈ ફિલ્મ અધવચ્ચેથી બંધ કરાવી પ્રવચન કર્યા બાદ વૃક્ષારોપણ અને યાત્રાને લીલી ઝંડી આપી વીદાઈ થઈ ગયા હતા એટલું જ નહીં અવારનવાર મહિલા મંત્રી સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓનું અપમાન કરતા હોવાથી મોટાભાગના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોએ તેઓના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જેથી ફરી એકવાર ભાજપની ભાંજગડ ફરી એક વાર જાહેરમાં બહાર આવી છે.વડોદરા શહેરમાં વંદે ગુજરાત યાત્રાના પ્રારંભ પ્રસંગે આજે સાંજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી પ્રારંભ કરવાની કાર્યક્રમ યોજાયો હતો જેમાં વંદે ગુજરાતી યાત્રાને લીલી ઝંડી આપીને બાળ અને મહિલા વિકાસ વિભાગના મંત્રી મનિષાબેન વકીલ દ્વારા વિદાય આપવાની હતી. અને ગુજરાત સરકારની સૂચના મુજબ આ કાર્યક્રમ બે કલાક યોજવાનો જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ તેમજ ગુજરાત સરકારના વિકાસ કાર્યોની 20 મિનિટની ફિલ્મ જન મેદની સમક્ષ રજુ કર્યા બાદ વંદે ગુજરાત રથને લીલી ઝંડી આપીને વિદાય આપવાની હતી.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીને જ કોઈ ઇન્ટરેસ્ટ હોઈ નહીં તે રીતે તેઓ કાર્યક્રમ વહેલી તકે આટોપીને ચાલ્યા ગયા હતા એટલું જ નહીં ગુજરાત સરકારે નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ બે કલાક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લીલી ઝંડી આપવાને બદલે ગુજરાત સરકારના વિકાસ કાર્યોની 20 મિનિટની ફિલ્મ પ્રેક્ષકોને બતાવવામાં આવી રહી હતી ત્યારે વચ્ચેથી ત્રણ ચાર મિનિટમાં જ તે ફિલ્મ બંધ કરાવી દીધી અને પોતે પ્રવચન આપવા ઉભા થઈ ગયા હતા જેથી અન્ય ભાજપના આગેવાનોમાં આશ્ચર્ય ફેલાયું હતું.મહિલા મંત્રીએ ગુજરાત સરકારના વિકાસ કાર્યોની 20 મિનિટની ફિલ્મ પણ નિહાળી નહીં અને બાળકોએ તૈયાર કરેલા પાંચ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા નહીં અને પ્રવચન બાદ તુરંત જ વૃક્ષારોપણ કરી યાત્રાને લીલી ઝંડી આપી પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. તેઓએ વંદે ગુજરાત યાત્રાને વિદાય આપીને અધવચ્ચેથી કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.