આગામી વર્ષમાં સુરતના મિલકત વેરાનો ટાર્ગેટ 1700 કરોડને પાર કરી જાય તેવી શક્યતા
સુરત, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારસુરત મ્યુનિ.માં ઓકટ્રોયની નાબુદી બાદ આવકનો મુખ્ય સ્ત્રોત એવા મિલકત વેરાની કામગીરી વધુ સઘન બનાવવા માટે મ્યુનિ. કમિશનરે તાકીદ કરી છે. મિલકતમાં રિવિઝન આકારણની કામગીરી ધીમી હોય તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રિવિઝન આકારણી પર વધુ ધ્યાન આપવા માટેની સૂચના આપી છે. સુરત મહાનગરપાલિકા મિલકત વેરાની આવક ઉપરાંત સરકાર માંથી મળતી વિવિધ ગ્રાન્ટના કારણે સુરતના વિકાસના કામો થઈ રહ્યાં છે. સુરત માટે મિલકત વેરાની આવક ઘણી જ મહત્વની હોવાથી મિલ્કતની રિવિઝન આકારણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, આ વર્ષે રિવિઝન આકારણીમાં થોડી ઢીલાસ થઈ રહી હોવાની ફરિયાદ સાથે મ્યુનિ. કમિશ્નરે વિભાગના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિવિઝન આકારણી ની કામગીરી માં કોઈ પ્રકારે ઢીલાસ સાંખી શકાશે નહીં જે ઝોનની રિવિઝન આકારણી બાકી છે તે આકારણી વહેલી તકે પુરી કરવા માટે સુચના આપી છે. હાલમાં સુરત મ્યુનિ.માં 1650 કરોડની મિલકત વેરાની ડિમાન્ડ સામે માંડ 1275 કરોડના જ બિલ ઈસ્યુ થયાં છે. તેથી રિવિઝન આકારણી ઝડપભેર પુરી કરીને બિલ ઇસ્યુ કરી દેવા માટે પણ સુચના આપવામા આવી છે. સુરત મ્યુનિ.એ ગત નાણાકીય 1650 કરોડનું મિલ્કત વેરાનું માગણું હતું પરંતુ આ વર્ષે રિવિઝન આકારણીમાં 50 હજારથી વધુ મિલકત ઉમેરાઈ છે તેના કારણે આગામી વર્ષે પાલિકાનું મિલ્કત વેરાનું માગણું 1700 કરોડની ક્રોસ કરી જાય તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.