દ્રારકા વાળીનાથ સુધીની માલધારી ન્યાયયાત્રા નોલી ગામે આવી પહોંચી - At This Time

દ્રારકા વાળીનાથ સુધીની માલધારી ન્યાયયાત્રા નોલી ગામે આવી પહોંચી


- ઢોર નિયંત્રણ કાયદો રદ કરવો, વાડા નિયમિત કરવા, ગૌચરના દબાણો દૂર કરવાની માંગણી સાયલા : દ્વારકાથી વાળીનાથ સુધી માલધારી ન્યાય યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કાઢવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ, વિરમગામ ધારાસભ્ય સહિતના લોકો સાયલા તાલુકાના નોલી ગામે માલધારી ન્યાય યાત્રા લઈ અને આવી પહોંચ્યા હતા. માલધારી સમાજના પ્રશ્નો તેમજ એકતા અને જાગૃતિ માટે બાઈક રેલી કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા દ્વારકાથી પ્રથમ દિવસે પોરબંદરથી થઇ આજે રાજકોટ, ધ્રોલ ,પડધરી ,ચોટીલા, નોલી દુધરેજ પહોંચી હતી જ્યારે ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી,દસાડા ગેડિયા તેમજ પાટણ જિલ્લામાં શંખેશ્વર, હારીજ થઈ બનાસકાંઠાના થરા પહોંચશે. ગુજરાતના સાત જેટલા જિલ્લાઓ આ યાત્રામાં સમાવિષ્ટ થયા છે.માલધારી ન્યાય યાત્રામાં ઢોર નિયંત્રણ કાયદો રદ કરવો માલધારી સમાજને ૧૯૫૬ના પરિપત્ર મુજબ ખેડૂત હક આપો લમ્પી વાયરસના કારણે હજારોની સંખ્યામાં મૃત પામેલા ગાય કે પશુ માટે સહાય આપવી માલધારીઓના વાડા નિયમિત કરવા, ગોચર પર થયેલ દબાણ દૂર કરવા, પાંજરાપોળ અને ગૌશાળાની પૂત સહાય આપવી,રખડતા ઢોર કે પશુ માટે સરકારે નવા પાંજરાપોળ બનાવવા અનેક પડતર પ્રશ્નોને લઇ જેનું ભાજપ સરકારે નિરાકરણ કર્યું નથી તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે કોંગ્રેસ પક્ષે સંકલ્પ પત્ર જાહેર પણ કર્યો છે જ્યારે સાયલા તાલુકાના નોલી ગામે મોટી સંખ્યામાં માલધારીઓ ન્યાય યાત્રામાં જોડાયા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.