80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવાની યોજના વધુ લંબાવવાની શક્યતા - At This Time

80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવાની યોજના વધુ લંબાવવાની શક્યતા


- યોજના 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ રહી છે- યોજના કોરોના લોકડાઉનને પગલે એપ્રિલ, 2020માં શરૂ થઇ હતી : અત્યાર સુધી છ વખત યોજનાની મુદ્દત વધારાઇ નવી દિલ્હી : સરકાર દેશના ૮૦ કરોડ ગરીબ લોકોને આગામી ત્રણથી છ મહિના સુધી મફતમાં અનાજ આપવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે. મફતમાં અનાજ આપવાની યોજના ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ રહી છે. મોંઘવારીને કારણે સરકાર આ યોજનાને વધુ લંબાવે તેવી સંભાવના છે.ઉલ્લેખનીય છે કે આ યોજના એપ્રિલ, ૨૦૨૦માં કોરોના લોકડાઉનને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો સમયગાળો છ વખત વધારવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહામારી અને યુક્રેન યુદ્ધ અસર હજુ સુધી સમાપ્ત થઇ ન હોવાથી સરકાર ફરી એક વખત આ યોજનાનો સમય વધારવાનું વિચારી રહી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે વિશ્વના સૌથી મોટા ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે પૂરતા પ્રમાણમા અનાજનો જથ્થો છે. સરકારે તાજેતરમાં જ અનાજના જથ્થાની સમીક્ષા કરી હતી. સમીક્ષામાં તેને જાણવા મળ્યું હતું કે સપ્ટેમ્પબર પછી પણ આ યોજના લંબાવવામાં આવશે તો કોઇ સમસ્યા સર્જાશે નહીં. આ યોજના હેઠળ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મળતા અનાજ ઉપરાંત એક જ મહિનામાં એક વ્યકિત પાંચ કીલો અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના ૭૫ ટકા ગ્રામીણો અને ૫૦ ટકા શહેરીજનોને મળે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.