મ્યુનિસિપલ તંત્રની પોલ બહાર આવી, શાહપુર વોર્ડમાં કામની મંજુરી અપાઈ,અન્ય વોર્ડમાં કામગીરી કરાઈ - At This Time

મ્યુનિસિપલ તંત્રની પોલ બહાર આવી, શાહપુર વોર્ડમાં કામની મંજુરી અપાઈ,અન્ય વોર્ડમાં કામગીરી કરાઈ


અમદાવાદ,રવિવાર,21
ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં ચાલતી વધુ
એક પોલ બહાર આવવા પામી છે.શાહપુર વોર્ડમાં જુદા જુદા સ્થળોએ રોડ રીસરફેસીંગના
કામની મંજુરી આપવામાં આવી હતી.જે દરમિયાન અન્ય વોર્ડમાં પણ કામગીરી કરવામાં આવી
હતી.ઓડિટ વિભાગની તપાસમાં બહાર આવેલા આ ચોંકાવનારા તથ્ય બાદ વિભાગ તરફથી હજુ
સંબંધિત રેકર્ડ ,પુરાવા
ઓડિટ વિભાગને આપવામાં આવતા નથી.શાહપુર વોર્ડમાં જુદા-જુદા રોડ હેન્ડ લેઈંગથી રીસરફેસ કરવા
અંદાજીત રકમ કરતા નવ ટકા વધુ ભાવથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ટેન્ડરની
અંદાજીત રકમ ૭,૯૭,૨૩૨ હતી.૮,૫૧,૯૪૪ની રકમ સાથે ૭
જુલાઈ-૨૦૧૮ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો.કામની મુદત ચોમાસા સિવાય એક વર્ષની
હતી.૧૩ જુલાઈ-૨૦૧૮થી ૨૧ ઓકટોબર-૨૦૧૯ સુધીમાં કામગીરી પુરી કરવાની હતી.ઓડિટ વિભાગ
તરફથી મુકવામાં આવેલી રીમાર્કસ મુજબ,
આ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ આઈટમોનો ભાવ કયા સ્ટાન્ડર્ડ ઓર્ડર રેઈટના
આધારે લેવામાં આવ્યા હતા?
રેકર્ડ ઓડિટ વિભાગ તરફથી તપાસવામાં આવતા આઈટમ નંબર-એક અને આઈટમ નંબર-પાંચમાં
અન્ય વોર્ડમાં કામગીરી કરવામાં આવી હતી.શાહપુર વોર્ડના કયા-કયા રસ્તા ઉપર
રીસરફેસની કામગીરી કરવામાં આવી?
આ રસ્તાઓ ઉપર છેલ્લે રીસરફેસની કામગીરી કયારે કરવામાં આવી હતી? ડીફેકટ લાયબીલીટી
પીરીયડ કેટલા સમયનો હતો? તે
અંગેના આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

આ કામગીરીમાં બીટુમીનનો વપરાશ કરવામાં આવેલ હોય તો જથ્થો
કયાંથી મેળવવામાં આવ્યો હતો?
જો બીટુમીનનો જથ્થો સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા પુરો પાડવામાં આવેલ હોય તો
જથ્થાની વજન ચિઠ્ઠી તથા પ્રોડકશન રજીસ્ટરની ખાતાએ આ ફાઈલ સાથે મેળવણી કરીને બતાવેલ
નથી.આ કામમાં રોલર સપ્લાય કરવામાં આવેલ છે.રોલર સપ્લાયનું તારીખ વાઈઝ તથા
ડ્રાઈવરના નામ અને હાજરીપત્રક સાથેનું રજીસ્ટર શાહપુર વોર્ડમાં નિભાવવામાં આવતુ
હોય તો આ રજીસ્ટર રેકર્ડ સાથે મેળવણી કરી બતાવેલ નથી.આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા
પાંચ ટકા લેખે સીકયુરીટી ડીપોઝીટની બેંક ગેરંટી જમા કરાવવામાં આવેલ હોય તો તેની
નકલ રેકર્ડ સાથે સામેલ કરી રજૂ કરેલ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.