‘પોલીસ પોતાને બચાવી શકતી નથી, ડૉક્ટરોને શું બચાવશે?’:કોલકાતાની મેડિકલ કોલેજમાં તોડફોડ અંગે હાઈકોર્ટ લાલઘૂમ; કહ્યું- આ સ્પષ્ટપણે રાજ્ય સરકારની નિષ્ફળતા
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં 14 ઓગસ્ટે થયેલી હિંસા અંગે શુક્રવારે કોલકતા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમે રાજ્ય સરકાર અને પોલીસને ફટકાર લગાવી કહ્યું- 7 હજારનું ટોળું હોસ્પિટલમાં તોડફોડ કરવા આવ્યું હતું. પોલીસ શું કરી રહી હતી? તેના પર પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું- હિંસા પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. 15 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ડીસીપી પણ ઘાયલ થયા છે. પોલીસનાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું- આવા મામલા પર 144 લગાવી શકાઈ હોત. 7000 લોકો અચાનક ના આવી શકે. આ સ્પષ્ટપણે રાજ્ય સરકારની નિષ્ફળતા છે. પોલીસ પોતાને બચાવી શકતી નથી. તમે ડોક્ટરોને કેવી રીતે બચાવશો? કોર્ટ રૂમ LIVE અરજદારઃ રાત્રે જ્યારે પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રીનું ભાષણ હતું. અચાનક રાત્રે ગુંડાઓએ ડોક્ટરોના પ્રદર્શન સ્થળ પર હુમલો કર્યો. ત્યારબાદ તેઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. પોલીસ દેખાવકારોની પાછળ છુપાઈ ગઈ. આ ગુંડાઓ ત્રીજા માળે (ઘટના સ્થળ) પણ જવાના હતા. તેઓને લાગ્યું કે ઘટના સ્થળ બીજા માળે છે. જેના કારણે તે બચી ગયું. રાજ્યનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું. આરજી કર હોસ્પિટલમાં પોલીસ-પ્રશાસન ઘટના સ્થળની સુરક્ષા કરવામાં સક્ષમ નથી. રાજ્ય સરકાર: જે બન્યું તેની સાથે પોલીસને કોઈ લેવાદેવા નથી. કોર્ટઃ આવી સ્થિતિમાં અમે હોસ્પિટલ બંધ કરી દઈશું. અમે દરેકને શિફ્ટ કરીશું. ત્યાં કેટલા દર્દીઓ છે? રાજ્ય સરકાર: ઘટના સ્થળ સુરક્ષિત છે. કોર્ટ: ઠીક છે, અમે તમારી સાથે સંમત છીએ. તમારે પણ ચિંતા કરવી જોઈએ! શહેરના નાગરિક હોવાથી. મને દુઃખ થાય છે. તમારે પણ દુઃખી થવું જોઈએ. કોર્ટઃ શું આ તોડફોડ અટકાવી શકાઈ હોત, એ સવાલ છે. કોણે કર્યું તે પછી આવે છે. મુદ્દો એ છે કે 14મીએ જે બન્યું તેનું પુનરાવર્તન થાય તો? પોલીસ ઘાયલ થઈ અને ટોળાને રોકી ન શકી, તો કાયદો-વ્યવસ્થા નિષ્ફળ ગઈ? રાજ્ય સરકાર: આખા કોલકાતામાં આવાં પ્રદર્શનો થયાં. હિંસા અહીં જ થઈ હતી. અરજદારઃ અમારી પાસે એવા વીડિયો છે જે દર્શાવે છે કે આ લોકોને પોલીસે જ અંદર જવા દીધા હતા. તેઓ ટ્રકમાં આવ્યા હતા. આ લોકો ઘટનાસ્થળને નાશ કરવા આવ્યા હતા. કોર્ટઃ પોલીસે સમગ્ર ઘટનાક્રમની નોંધ કરવી જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે જે હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે તેમને તેમની ફરજ બજાવવા માટે પૂરતી સુરક્ષા આપવામાં આવે. કોર્ટઃ અમે અગાઉ પણ ડોક્ટરોને દર્દીઓની સારવાર કરવાની તેમની જવાબદારી યાદ અપાવી હતી, પરંતુ આ ઘટના તેમની માનસિકતા પર ચોક્કસપણે અસર કરશે. અમે હોસ્પિટલના ઇન્ચાર્જ લોકોને ત્યાંની પરિસ્થિતિ વિશે અમને જણાવવા માટે નિર્દેશ આપીએ છીએ. સીબીઆઈની તપાસ ટીમ તપાસને લઈને વચગાળાનો રિપોર્ટ પણ દાખલ કરશે. બાબતમાં વિલંબ કરશો નહીં. તમે એફિડેવિટ, રિપોર્ટ, જવાબ, પછી ફરી જવાબ માંગશો અને ત્યાં સુધીમાં હું નિવૃત્ત થઈ જઈશ. આગામી સુનાવણી 21 ઓગસ્ટે થશે. 14મી ઓગસ્ટે મોડી રાત્રે મેડિકલ કોલેજમાં ઉપદ્રવની 3 તસવીરો... હવે જાણો શું છે સમગ્ર મામલો..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.