ઘણાં સમયથી રેલવે ફાટક બંધ રહેતા નગરજનો ભારે પરેશાન
- થાનગઢમાં ઓવરિબ્રજનું કામ મંથરગતિએ ચાલતુ હોઇ- સરકારી કચેરીઓ, હોસ્પિટલ અને ઓદ્યોગિક વિસ્તારના લોકોને વધુ બે કિ.મી. અંતર કાપવાનો વારોસુરેન્દ્રનગર : ઓૈદ્યોગિક નગરી થાનગઢમાં રેલવે ફાટક બંધ થતા અને ઓવર બ્રિજનું કામ મંથરગતિએ ચાલતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણાએ થાનગઢ ખાતે જઈ જાત માહિતી મેળવી હતી. આ અંગેની વિગત એવી છેકે, થાનગઢમાં ઓવરિબ્રજનું કામ ચાલુ હોવાથી રેલવે ફાટક બંધ રહેવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ફાટકની એકબાજુ મેઈન બજાર, હોસ્પિટલો,બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ,નગરપાલિકા, મામલતદાર કચેરી, શાળા વિગેરે આવેલા છે. ફાટકની બીજી બાજુ તરણેતર રોડ ઉપર રહેણાંક વિસ્તારો, ઓૈદ્યોગિક એકમો આવેલા છે. લોકોને કોઈ પણ કામકાજ હોય તો ફરજીયાત બે કિ.મી. ફરીને જવું પડે છે. આ સમસ્યાની જાણ થતા મકવાણાએ સ્થળ પર જઈ જાત માહિતી મેળવી હતી. તેમની સાથે થાનગઢ મામલતદાર એ.એન.શર્મા, નાયબ મામલતદાર હેમંતસિંહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જો કે તેમની મુલાકાત પછી પણ પરેશાનીનો અંત ઝડપથી આવે તેવી લોકોની અપેક્ષા ફળીભૂત થાય તેમ લાગતુ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.