ગાઢ નિદ્રામાં સૂતા હતા મુસાફરો, અચનાક આવ્યો જોરદાર અવાજ:ચારેબાજુ અફરાતફીનો માહોલ, મુંબઈ-હાવડા મેલ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ; જુઓ PHOTOS
ઝારખંડના ચક્રધરપુરમાં આજે વહેલી સવારે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ છે. મળતી માહિતી મુજબ માલગાડીનો એક ડબ્બો પહેલેથી જ પાટા પરથી ઉતરી ગયો હતો. બીજા ટ્રેક પર આવી રહેલી મુંબઈ-હાવડા મેલના ડબ્બા પણ પાટા પરથી ઊતરી જતા માલગાડી સાથે અથડાયા હતા. મુંબઈ-હાવડા ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. કેવી રીતે થયો અકસ્માત?
બે દિવસ પૂર્વે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના વેગન હજુ પણ પાટા પર હતા. મુંબઈ મેલ એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી આવી રહી હતી અને ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ 18 બોગી પાટા પરથી પલટી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત ચક્રધરપુર રેલવે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન નજીક પોલ નંબર 219 પાસે થયો હતો. અકસ્માત બાદ હાવડા-મુંબઈ રેલવે લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જુઓ ઘટનાના ફોટોઝ.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.