બજેટમાં શું હશે, તેનો સંકેત મળ્યો:આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં જોવા મળશે, સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર વિપક્ષનો હોબાળો - At This Time

બજેટમાં શું હશે, તેનો સંકેત મળ્યો:આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં જોવા મળશે, સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર વિપક્ષનો હોબાળો


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કરતાં આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું- હું ઓમ બિરલાને પણ અભિનંદન આપું છું. તેમની પાસે ખૂબ વ્યાપક અનુભવો છે. તેઓ લોકતાંત્રિક પરંપરાઓને નવી ઊંચાઈ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્ર સરકારના 5 વર્ષના રોડમેપની રૂપરેખા રજૂ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું- મારી સરકાર નોર્થ-ઈસ્ટમાં કાયમી શાંતિ માટે કામ કરી રહી છે. આટલું બોલતાની સાથે જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.