આટલી મોડી રાતે કેમ અહિંયા ફરે છે કહી પડોશી યુવકે સગીરાની છેડતી કરી - At This Time

આટલી મોડી રાતે કેમ અહિંયા ફરે છે કહી પડોશી યુવકે સગીરાની છેડતી કરી


અમદાવાદ,બુધવારપૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે, નરોડામાં ગઇકાલે રાતે પડોશી યુવકે સગીરાને રોકીને આટલી મોડી રાતે કેમ અહિયા ફરે છે કહીને છેડતી કરી હતી અને હાથ પકડી ધક્કા મારીને આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નરોડા વિસ્તારમાં મંગળવારે રાતે યુવકે જાહેર રોડ ઉપર સગીરાનો હાથ પકડી ધક્કા મારી આબરુ લેવા પ્રયાસ કર્યો આ કેસની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય યુવતીએ કૃષ્ણનગર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સગીરા ગઇકાલે રાતે ૧૦ વાગે નરોડા વિસ્તારમાં કેનાલ નજીક આવેલા એક એપાર્ટમેન્ટ આગળથી પસાર થઇ રહી હતી સમયે પડોશી યુવકે કોઇપણ કારણ વગર  કહ્યું કે તું અહી કેમ આવી છે, આટલી મોડી રાતે કેમ અહિયા ફરે છે તેમ કહીને ગાળો બોલાવા લાગ્યો હતો.સગીરાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને સગીરાનો હાથ પકડીને આબરુ લેવાનો પ્રયાસ કરીને ધક્કા માર્યા હતા, બુમાબુમ થતાં લોકો દોડી આવ્યા હતા આ સમયે આરોપી ભાગી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે છેડતીનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.