નક્સલીઓએ બાતમીદાર હોવાની શંકા રાખીને બીજાપુરમાં સરપંચની હત્યા કરી નાખી - At This Time

નક્સલીઓએ બાતમીદાર હોવાની શંકા રાખીને બીજાપુરમાં સરપંચની હત્યા કરી નાખી


- આ અગાઉ પણ નક્સલીઓ પરિવારના 2 લોકોની હત્યા કરી ચૂક્યા છેછત્તીસગઢ, તા. 29 જૂન 2022, બુધવારછત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય ફરી સામે આવ્યું છે. નક્સલીઓએ એક નક્સલ પ્રભાવિત ગામના સરપંચનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી નાખી છે. પોલીસ બાતમીદાર હોવાની શંકાના આધારે નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ડઝનભર સશસ્ત્ર નક્સલીઓ અડધી રાત્રે ગામમા આવ્યા હતા અને સરપંચને ઘરમાંથી ઉઠાવી જંગલમાં લઈ ગયા હતા. ત્યાં સરપંચની હત્યા કર્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ઘટના જિલ્લાના તોયનાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મળતી માહિતી પ્રમાણે બીજાપુર જિલ્લાના મોરમેડ ગામમાં મંગળવાર-બુધવારની રાત્રે ડઝનભર નક્સલી ઘુસી આવ્યા હતા. નક્સલીઓ સરપંચ પતિરામ કુડિયમના ઘરમાં ઘુસી ગયા હતા. તે સમયે પતિરામ ઘરમાં ઉંઘી રહ્યા હતા. નક્સલીઓએ સરપંચને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું. પરિવારજનોએ પતિરામ કુડિયમને ન લઈ જવા માટે આગ્રહ કર્યો હતો ત્યારે નક્સલીઓએ પરિવારજનોને બંદૂક ટાંકીને ધમકાવ્યા હતા. ગામમાં વિકાસના કામો કરવાના કારણે નક્સલીઓ નારાજ હતા. બાતમીદારની શંકામાં નક્સલીઓ દ્વારા સરપંચને અનેક વખત ધમકી પણ આપવામાં આવી હતી. સશસ્ત્ર નક્સલીઓ ઘરમાંથી ઉઠાવીને લઈ ગયાસશસ્ત્ર નક્સલીઓ સરપંચ પતિરામ કુડિયમના ઘરમાં પહોંચી ગયા હતા. તે સમયે પતિરામ ઘરમાં ઉંઘી રહ્યા હતા. નક્સલીઓએ સરપંચને ઉઠાડીને પોતાની સાથે લઈને ચાલ્યા ગયા હતા. જંગલમાં લઈ જઈને સરપંચની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલી મૃતદેહને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા હતા. નક્સલીઓના આ કૃત્યથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નક્સલી સતત મૃતકના પરિવારને ટાર્ગેટ કરતા આવ્યા છે. આ અગાઉ પણ નક્સલીઓ પરિવારના 2 લોકોની હત્યા કરી ચૂક્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.