મ્યુનિ.શાસકોએ બિલ્ડર માટે તિજોરી ખોલી, મકરબા ખાતે ૨૧૪૦ આવાસ બનાવવા સીંગલ બીડરને ૧૮૪ કરોડથી કામ અપાશે - At This Time

મ્યુનિ.શાસકોએ બિલ્ડર માટે તિજોરી ખોલી, મકરબા ખાતે ૨૧૪૦ આવાસ બનાવવા સીંગલ બીડરને ૧૮૪ કરોડથી કામ અપાશે


અમદાવાદ,બુધવાર,13
જૂલાઈ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ માનીતા બિલ્ડર માટે
તંત્રની તિજોરી ખુલ્લી મુકી હોય એમ આજે મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં રજુ કરાયેલી
દરખાસ્ત ઉપરથી જોવા મળી રહ્યુ છે.શહેરના મકરબા વિસ્તારમાં હાઉસીંગ પ્રોજેકટ
અંતર્ગત ૧૩૦.૧૧ કરોડની રકમથી ૨૧૪૦ આવાસ બનાવવા યોગી કન્સ્ટ્રકશન નામના સીંગલ
બીડરને કામ અપાયા બાદ કોન્ટ્રાકટરે ૨૫.૧૨ ટકા ભાવ વધારો માંગતા માંગેલી ભાવતફાવતની
રકમ સાથે કુલ ૧૮૪ કરોડથી કામ આપવા કમિટીની મંજુરી માંગવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મકરબા ખાતે ઈ.ડબ્લ્યુ.એસ.આવાસ યોજના
અંતર્ગત ૨૧૪૦ આવાસ બનાવવા ઉપરાંત તેમાં ઈન્ટનરનલ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથેની કામગીરી માટે
કાર્પેટ એરિયા આધારીત કુલ ૬૦૫૨૦ ચોરસમીટરના કામ માટે પ્રતિ ચોરસમીટર ૨૧,૫૦૦ના ભાવ મુજબ ૧૩૦.૧૧
કરોડ અંદાજિત રકમ ટેન્ડરમાં રાખવામાં આવી હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આ અંગે પ્રતિક્રીયા
આપતા કહ્યુ,ટેન્ડરની
પ્રક્રીયા ઓનલાઈન હોવા છતાં આટલા મોટા કામ માટે સીંગલ બીડર આવે એ શંકા ઉપજાવે એવી બાબત
છે.ઉપરાંત સીંગલ બીડર આવેલા યોગી કન્સ્ટ્રકશન દ્વારા ટેન્ડરની રકમમાં ૨૫.૧૨ ટકા જેટલો
ભાવ વધારો માંગવામાં આવ્યો છે.બીડરે માંગેલા ભાવવધારાના કારણે પ્રતિ ચોરસમીટર ૨૧,૫૦૦ના ભાવને બદલે
પ્રતિ ચોરસમીટર ૨૬,૮૪૨.૭૫
પ્રમાણે, રુપિયા
૧૬૨.૪૫ કરોડ તેમજ આ ઉપરાંત બાહ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર, આર્કીટેકચરલ કન્સલ્ટન્સી, રેરા રજિસ્ટ્રેશન તથા અન્ય ચાર્જિસ સાથે કુલ ૧૮૪.૨૨ કરોડથી
માત્ર એક જ બીડરને આ કામ આપવા કોંગ્રેસ તરફથી વિરોધ વ્યકત કરવામાં આવ્યો
છે.મ્યુનિ.ની તિજોરી તળીયાઝાટક છે આ પરિસ્થિતિમાં આ ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર
બહાર પાડવા માંગણી કરાઈ છે.આ મામલે જરુર પડશે તો આંદોલન કરવાની પણ કોંગ્રેસ તરફથી
ચિમકી અપાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.