‘પંચાયત’ના ‘અમ્મા જી’એ નથી કર્યા લગ્ન:પિતાના મૃત્યુ પછી ઘરની જવાબદારી ઉપાડી; 54 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી
આભા શર્માએ 'પંચાયત સીઝન 3'માં અમ્મા જી (દમયંતી દેવી)ના રોલમાં જોવા મળ્યા છે. 75 વર્ષના આભા શર્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેમની એક્ટિંગ કરિયર કેટલી મુશ્કેલ રહી છે. આ સાથે જ જણાવ્યું કે તેને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો, પરંતુ તેમને 54 વર્ષની ઉંમરે આગળ વધવાની તક મળી છે. એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન આભાએ જણાવ્યું કે તેઓ તેમના પરિવારમાં સૌથી નાના છે. પિતાના અવસાન પછી આભાએ ટેલિકોમ કંપનીમાં કામ કર્યું અને માતાનું ધ્યાન રાખવા માટે ઘરે જ રહ્યાં હતાં. તેથી જ તેમણે લગ્ન પણ ન કર્યા. તેમણે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી ડિપ્લોમા કર્યું અને 1979માં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આભાની માતા ઇચ્છતા નહોતા કે આભા એક્ટિંગમાં આગળ વધે. આભાએ તેમની માતાનું પાલન કર્યું અને એક્ટિંગ અંગે સહેજ પણ વિચાર્યું નહીં. તેમણે કહ્યું કે તેનો પરિવાર શિક્ષિત હતો પણ રૂઢિચુસ્ત પણ હતો. પરંતુ તેમની માતાના અવસાન બાદ આભાએ ફરીથી એક્ટિંગ શરૂ કરી અને આ સમયે તેમના ભાઈ-બહેનોએ પણ સાથ આપ્યો હતો. 2009માં પહેલો બ્રેક મળ્યો
આભાને ટીવીમાં પહેલો બ્રેક 2009માં મળ્યો હતો. તેઓ તે સમયે ખૂબ જ નર્વસ હતા પરંતુ જ્યારે ડિરેક્ટરે તેમના વખાણ કર્યા તો તેમનો ડર સંપૂર્ણપણે દૂર થઈ ગયો. આ પછી તેમને અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'ઈશકઝાદે'માં કામ મળ્યું. 'પંચાયત'માં કામ કેવી રીતે મળ્યું?
આભાને 2010માં આવેલી ફિલ્મ 'પીપલી લાઈવ'માં રોલ માટે બોલાવવામાં આવ્યા હતા. અહીં તે પહેલીવાર 'પંચાયત' એક્ટર રઘુબીર યાદવને મળ્યા હતા. તેમની તબિયત અચાનક બગડવાને કારણે તેઓ આ ફિલ્મમાં કામ ન કરી શક્યા અને આ રોલ કોઈ બીજાને મળ્યો હતો. તેમણે કહ્યું કે કોરોના પછી અનુરાગ શુક્લાજેમણે તેમની સાથે થિયેટર કર્યું હતું, તેમણે આભાને 'પંચાયત' માટે ઓડિશન વીડિયો શૂટ કરવાનું કહ્યું. આભાને 'પંચાયત'માં રોલ મળ્યો. તેમણે કહ્યું કે તમામ કોસ્ટાર્સ, ડિરેક્ટર અને બાકીના ક્રૂએ ખૂબ સહકાર આપ્યો હતો. મધ્યપ્રદેશની આકરી ગરમીમાં શૂટ વિશે આભાએ કહ્યું, 'ત્યાં ચોક્કસપણે ખૂબ જ ગરમી હતી અને મેં મારા કેટલાક શોટ્સમાં તે અનુભવ્યું હતું, પરંતુ હું મારું શૂટ પૂર્ણ કરવા માટે તૈયાર હતી. મેં આ અનુભવનો ખૂબ આનંદ લીધો. 'પંચાયત' ડિરેક્ટરે આભાના વખાણ કર્યા
'પંચાયત 3'માં એક સીન છે જેમાં અમ્માજી દવા લે છે. આભાએ આ સીન એટલો અસલીબનાવી દીધો કે દિગ્દર્શકને લાગ્યું કે તેમણે ખરેખર દવા લીધી છે. સીન પૂરો થયા પછી ડિરેક્ટરે આભાને પૂછ્યું કે શું તેમણે ખરેખર દવા લીધી છે? આના પર આભાએ કહ્યું- ના, મેં દવા નથી લીધી, આ રહી તમારી દવા. આભાને આ સિરીઝના લોકો સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.