મેગેઝિને શાહરુખના ઈન્ટરવ્યૂને રિજેક્ટ કરી નાખ્યો હતો:એડિટરે કહ્યું હતું, 'તે સ્ટાર નથી'; ઓમ શાંતિ ઓમના લેખકે ખુલાસો કર્યો - At This Time

મેગેઝિને શાહરુખના ઈન્ટરવ્યૂને રિજેક્ટ કરી નાખ્યો હતો:એડિટરે કહ્યું હતું, ‘તે સ્ટાર નથી’; ઓમ શાંતિ ઓમના લેખકે ખુલાસો કર્યો


જ્યારે શાહરુખ ખાન ફિલ્મો પહેલા ટીવીમાં કામ કરતો હતો ત્યારે પોપ્યુલર મેગેઝિને તેનો ઈન્ટરવ્યૂ રિજેક્ટ કર્યો હતો. મેગેઝિનના એડિટરે કહ્યું હતું કે, 'શાહરુખ એવો સ્ટાર નથી જેનો ઈન્ટરવ્યૂ પ્રકાશિત થવો જોઈએ' પત્રકાર અને લેખક મુશ્તાક શેખે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. એડિટરે કહ્યું હતું કે, શાહરુખ સ્ટાર નથી
સાયરસ બ્રોચા સાથે વાત કરતી વખતે, મુશ્તાકે એ ઘટનાને યાદ કરી જ્યારે શાહરુખ તાજો તાજો જ મુંબઈ આવ્યો હતો અને ફિલ્મોમાં પોતાની છાપ છોડવાની બાકી હતી. શાહરુખને તે સમયે ટીવી શો 'ફૌજી'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. મુશ્તાક તે સમયે સ્વતંત્ર પત્રકાર તરીકે સક્રિય હતા. તેણે શાહરુખનો ઇન્ટર્વ્યૂ લીધો હતો. આ અંગે મુશ્તાકે આગળ કહ્યું,- 'જ્યારે હું શાહરુખનો ઈન્ટરવ્યૂ લઈને મારા એડિટર પાસે ગયો તો તેમણે તેને સારો ઈન્ટરવ્યૂ ન ગણ્યો. એડિટરે કહ્યું કે, 'શાહરૂખ ફિલ્મ સ્ટાર નથી.' શાહરુખ ઇન્ડસ્ટ્રીને અલગ જ દૃષ્ટિકોણથી જોતો હતો
મુશ્તાકે જણાવ્યું કે, તેણે જે મેગેઝિન માટે કામ કર્યું તે ફિલ્મ સ્ટાર્સ પર કેન્દ્રિત હતું. તેણે કહ્યું, 'તે સમયે શાહરુખ ટીવીનો મોટો ચહેરો હતો, પરંતુ ફિલ્મોમાં આવ્યો ન હતો.'
'જો કે, તે ત્યારે તેટલો પ્રભાવશાળી અને રમૂુજી હતો જેટલો તે આજે છે. શાહરુખે તે સમયે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું - 'મારે નંબર વન બનવું છે, હું નંબર વન છું અને નંબર વન બનીશ.' તેમનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે જેવો દૃષ્ટિકોણ હતો તેવો અન્ય કોઈ પાસે નહોતો. તે સમયે તેણે કોઈના વિશે ખરાબ પણ કહ્યું હતું.' મુશ્તાકે કહ્યું કે, 'એડિટરે તેને રિજેક્ટ કર્યા પછી તેણે શાહરુખનો ઈન્ટરવ્યૂ અન્ય કોઈ મીડિયા ગ્રુપને આપ્યો હતો. શાહરુખ જ્યારે સ્ટાર બની ગયો ત્યારે મેગેઝિન તેનો ઈન્ટરવ્યૂ લેવા માંગતું હતું. ત્યારે શાહરુખે કહ્યું હતું- 'હું મુશ્તાક સાથે જ વાત કરીશ.' મહત્ત્વનું છે કે, મુશ્તાકે શાહરુખ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ શાહરુખની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના લેખક પણ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.