34 સેકન્ડમાં જ યુવતીને પતાવી દીધી, CCTV:એક્સ બોયફ્રેન્ડ 20 વર્ષની યુવતીને લોખંડના પાનાથી છેલ્લા શ્વાસ સુધી મારતો રહ્યો, લોકો બાજુમા ઉભા રહી જોતા રહ્યા - At This Time

34 સેકન્ડમાં જ યુવતીને પતાવી દીધી, CCTV:એક્સ બોયફ્રેન્ડ 20 વર્ષની યુવતીને લોખંડના પાનાથી છેલ્લા શ્વાસ સુધી મારતો રહ્યો, લોકો બાજુમા ઉભા રહી જોતા રહ્યા


મુંબઈના વસઈમાં એક પાગલ પ્રેમીએ 20 વર્ષની યુવતીને લોખંડના પાના વડે માથાના ભાગે માર મારીને હત્યા નિપજાવી છે. બધાની સામે રસ્તા પર એટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી કે આસપાસના લોકો આ જોઈને ધ્રૂજી ગયા હતા. 34 સેકન્ડમાં હુમલાખોર યુવતીને જાહેરમાં 15 ફટકા મારે છે, જ્યાં સુધી તેણીએ પોતાનો દમ ના તોડ્યો ત્યાં સુધી યુવક યુવતી પર સતત પાનાથી હુમલો કરતો રહ્યો. વાલીવ પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, વીડિયોમાં લોકો રસ્તા પરથી પસાર થતા જોવા મળે છે. ત્યારે બેગ લટકાવેલી એક યુવતી રસ્તા પરથી પસાર થાય છે. ત્યારે પાછળથી એક યુવક યુવતી પર હુમલો કરે છે. હુમલાની સાથે જ યુવતી રસ્તા પર પડી જાય છે અને ઉઠવાનો પ્રયાસ કરે છે. જેવી ઉભી થવા લાગે છે કે, હુમલાખોર ફરીથી યુવતી પર હુમલો કરે છે. ગાડાની જેમ આ યુવક વારંવાર યુવતી પર ક્રૂરતાપૂર્વક હુમલો કરતો રહે છે. ઘણી મુશ્કેલીથી કેટલાક લોકો છોડાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ હુમલાખોર અટકતો નથી. હત્યાનો વીડિયો જોઈ ભલાભલા ચોંકી ઉઠ્યા
યુવતી તરફડીયા મારતી રોડ પર પડી હતી અને લોકો ઉભા રહીને શો જોઈ રહ્યા હતા. જેઓએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. યુવતીની હત્યા કર્યા પછી, હત્યારો ભીડની સામે ત્યાં જ ઊભો રહ્યો. હત્યાનો આ વીડિયો જોયા પછી ભલભલાનું હૃદય કંપી ઉઠ્યું હશે. ભીડની સામે યુવતીની જે નિર્દયતાથી હત્યા કરવામાં આવી તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. લોકોએ હિમ્મત દાખવી હોત તો ઘટનાને રોકી શક્યા હોત: જયરાજ નરવરે
સમગ્ર ઘટનાને લઈ પોલીસ અધિકારી જયરાજ નરવરે જણાવ્યું કે, આજે સવારે 9.45 વાગ્યે એક યુવતી કામ ઉપર જઈ રહી હતી. એ સમયે અગાઉ જે પ્રેમી હતો તેણે બોલ્ટ ટાઈટ કરવાના પાના વડે તેના માથા પર ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો, જોકે પછી યુવતીએ પ્રેમી સાથે સંબંધ છોડીને કોઈ અન્ય સાથે પ્રેમસંબંધમાં હતી એવો યુવકને શક હતો. જોકે એ શકના આધારે યુવકે તેને મોતને ઘાટ ઉતારી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને લોકો આજુબાજુ જોઈ રહ્યા છે. જો લોકોએ હિમ્મત દાખવી આગળ આવવાની કોશિશ કરી હોત તો યુવતી કદાચ બચી ગઈ હોત. હાલ હત્યાનો ગુનો (કલમ 302) દાખલ કર્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યો છે અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.