‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’ની અભિનેત્રી બિનજરૂરી ઈન્ટીમેટ સીન નહીં કરે:નાયલા ગ્રેવાલે કહ્યું,’ક્યારેક આ ફક્ત દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે હોય છે’
'ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ' ફેમ નાયલા ગ્રેવાલ બિનજરૂરી રીતે ઈન્ટિમેટ સીન શૂટ કરવાની સખત વિરુદ્ધ છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, ઘણી વખત ઈન્ટિમેટ સીન માત્ર દર્શકોને આકર્ષવા માટે ફિલ્માવવામાં આવે છે. તેથી કોઈ પણ પ્રોજેક્ટ સાઈન કરતા પહેલા તે કેટલીક શરતો નક્કી કરે છે જેમ કે કોઈ ઈન્ટિમેટ સીન હશે તો તે કેટલી હદ સુધી બતાવવામાં આવશે, સ્ટોરીમાં તેનું કેટલું મહત્ત્વ છે તે તેણે અગાઉથી જાણવું જોઈએ. તમને જણાવી દઈએ કે, નાયલાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી રણબીર કપૂર, આયુષ્માન ખુરાના, રવિ કિશન સહિત ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું છે. તે ટૂંક સમયમાં વેબ સિરીઝ 'મામલા લીગલ હૈ' સિઝન 2માં જોવા મળશે. તાજેતરમાં, દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન, અભિનેત્રીએ તેના વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો શેર કરી. ચાલો જાણીએ નાયલા ગ્રેવાલે શું કહ્યું: આ તો માત્ર શરૂઆત છે
'ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ' પછી મને એક અભિનેત્રી તરીકે ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. નાનો રોલ હોવા છતાં લોકો મને પસંદ કરી રહ્યા છે. મારા માટે આ બહુ મોટી વાત છે. આ તો માત્ર શરૂઆત છે. મારે ભવિષ્યમાં ઘણું કામ કરવાનું છે. કલાકારોનું કામ દર્શકોને અલગ-અલગ સ્ટાઇલમાં બતાવવાનું છે. હું બહુ ખુશ છું.' 'ફિલ્મ નિર્માતા-કોરિયોગ્રાફર ફારાહ ખાને વખાણ કર્યા'
'ફારાહ ખાને ફિલ્મનું ગીત 'ગોરે ગોર મુખડે' કોરિયોગ્રાફ કર્યું હતું. તે મારા કામથી ખૂબ જ પ્રભાવિત હતી. તેણે કહ્યું કે, આગામી સમયમાં તે તેની ફિલ્મમાં મને ઘણો ડાન્સ કરાવશે. સાચું કહું તો હું એ સમયની રાહ જોઈ રહી છું. ફારાહ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કરોડરજ્જુ છે. તેમના મુખે મારા વખાણ કોઈ આશીર્વાદથી ઓછા નથી.' 'રણબીર કપૂર એક અનુભવી અભિનેતા છે, આયુષ્માન ખુરાના એક સારો વ્યક્તિ છે'
'મેં રણબીર કપૂર, આયુષ્માન ખુરાના, તાપસી પન્નુ અને રવિ કિશન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. દરેક અભિનેતા પાસેથી અલગ-અલગ વસ્તુઓ શીખવા મળી જેમ કે રણબીર કપૂર ખૂબ જ અનુભવી કલાકાર છે. તે ક્યારેય સેટ પર તૈયારી વિના આવતો નથી. સ્ક્રિપ્ટથી લઈને સેટ સુધી, તે દરેક મિનિટની વિગતો જાણતો હતો. એટલું જ નહીં, તેને સેટ પરની લાઇટિંગની પણ જાણકારી હતી. તે પણ જાણતો હતો કે કઈ લાઇટિંગની તેના પર શું અસર થશે. તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે.' 'આયુષ્માન ખુરાના એક સારો કલાકાર હોવા ઉપરાંત એક સારો માણસ પણ છે. તે ખૂબ મીઠું બોલે છે. તાપસી પન્નુ ખૂબ જ મજબૂત મહિલા છે. તે સેટ પર મોટી બહેન જેવી હતી. રવિ કિશન સેટ પર કોઈ બાળકથી ઓછા નહોતા. આટલા વર્ષો સુધી કામ કરવા છતાં તેમની કામ કરવાની ધગશ જરા પણ ઓછી ન થઈ. એકંદરે, આ બધા કલાકારો પાસેથી મેં મારી ઊર્જા સ્ક્રીન પર કેવી રીતે લાવવી તે શીખ્યું.' 'પોતાના પર શંકા કરતી હતી, 'થપ્પડ'થી મળી ઓળખ'
'હું ફિલ્મ 'થપ્પડ'ને મારા કરિયરમાં ગેમ ચેન્જર માનું છું. એ ફિલ્મમાં મારો ખૂબ મહત્ત્વનો રોલ હતો. એ ફિલ્મ પછી ઘણા લોકો મને ઓળખવા લાગ્યા. બસ, આ સફર મારા માટે સરળ ન હતી. શરૂઆતમાં હું ડરી ગઈ હતી અને ખૂબ તણાવમાં હતી. પોતાની જાત પર શંકા કરતી હતી. મને પરિપક્વ થવામાં ઘણો સમય લાગ્યો.' 'પહેલાં જ્યારે રિજેક્શન આવતું ત્યારે મને લાગતું હતું કે મારામાં કંઈક કમી હોવી જોઈએ. આ વિચાર બદલવામાં મને સમય લાગ્યો. જ્યારે રોલ ન મળ્યો ત્યારે પોતાની જાત પર શંકા કરતી હતી. પરંતુ હવે મને લાગે છે કે કદાચ હું તે દિગ્દર્શકના વિઝનમાં ફિટ ન હતી, તેથી જ મને રિજેક્ટ કરવામાં આવતી હતી. પહેલાની તુલનામાં, મારી પાસે હવે ઘણી વધુ સ્થિરતા છે.' 'મસલા લીગલ હૈ'ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે.
હાલમાં, 'મસલા લીગલ હૈ' સિઝન 2 લખવાની પ્રક્રિયામાં છે. અમે ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરીશું. સિઝન 2 માં, દર્શકોને મારા પાત્ર અનન્યા શ્રોફના વિવિધ શેડ્સ જોવા મળશે. તેની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે.' 'ઘણા અંતરંગ દૃશ્યો(ઇન્ટિમેટ સીન) માત્ર દર્શકોનું ધ્યાન ખેંચવા માટે હોય છે'
'હું માનું છું કે, ઘણા અંતરંગ દૃશ્યો માત્ર દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ફિલ્માવવામાં આવે છે. હું આના સખત વિરોધમાં છું. મારા કરારમાં મારી એક શરત છે. જે મુજબ જો કોઈ ઈન્ટિમેટ સીન હશે તો તે કેટલી હદે બતાવવામાં આવશે અને સ્ટોરીમાં તેનું કેટલું મહત્ત્વ છે તે મને અગાઉથી જાણવું જોઈએ. જો હું સ્ક્રીન પર કોઈ સીન કરી રહી છું તો તેની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. એ દ્રશ્યનું મહત્ત્વ હોવું જોઈએ. અન્યથા ટાઇપકાસ્ટ થવામાં વાર નહીં લાગે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.