પ્રેમલગ્નની તકરારમાં યુવતીના સગાએ યુવકના મકાનને જ સળગાવી દીધું
અમદાવાદ,બુધવારગોમતીપુરમાં યુવકે વિસ્તારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેને લઇને યુવકના પરિવારજનોને ધમકીઓ મળતી હતી. જેથી ડરના માર્યો યુવકના પરિવારજનો વતન જતા રહ્યા હતા જ્યાં બે દિવસ પહેલા યુવતીના સગા દ્વારા બંધ મકાનને આગ ચાંપીને સગળાવી દીધું હતું. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મારી નાખવાની ધમકીઓથી ડરીને પરિવારજનો વતન જતા રહ્યા હતા ઃ બંધ મકાનમાં આગથી ઘરવખરી બળીને રાખ આ કેસની વિગત એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં પોપટીયાવાડ ચાર રસ્તા પાસે વડવાળી ચાલીમાં રહેતા બાબુભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ.૫૪)એ ગોમતીપુરમાં મરીયમબીબી ચાર રસ્તા પાસે શકરા ઘાંચીના ચાલીમાં રહેતા રાજુભાઇ બેચરભાઇ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ૨૫ વર્ષના પુત્રને આરોપીના ભાઇની દિકરી સાથે પ્રેમ સબંધ હતો, ગત એપ્રિલ મહિનામાં પ્રેમલગ્ન કર્યા હતા.મહિના પહેલા યુવતી ઘર છોડીને યુવકના ઘરે આવી ગઇ હતી, યુવતીના કાકા આરોપી રાજુભાઇ પ્રેમલગ્નની રીસ રાખીને ફરિયાદીના ઘરે આવીને તકરાર કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવકના પરિવારજનો ડરના માર્યા વતન રહેવા જતા રહ્યા હતા. દરમિયાન તા.૨૨ના રોજ બપોરે ચાલીના રહીશે ફરિયાદીને જાણ કરી હતી કે તમારા મકાનના પ્રથમ માળે આરોપીએ આગ લગાડી છે જેથી મકાનમાં પેટી પલંગ અને ગોદડા અને ગાદલા લાકડાના કબાડ સહિત સરસામાન બળી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.