હાઈકોર્ટે બિભવ કુમારની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો:કેજરીવાલના PAએ ધરપકડને પડકારી હતી, સ્વાતિ માલીવાલ સાથે મારઝૂડનો આરોપ - At This Time

હાઈકોર્ટે બિભવ કુમારની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો:કેજરીવાલના PAએ ધરપકડને પડકારી હતી, સ્વાતિ માલીવાલ સાથે મારઝૂડનો આરોપ


દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે (31 મે) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. બિભવે બુધવારે (29 મે)ના રોજ એક અરજી દાખલ કરી હતી જેમાં તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને વળતર અને દિલ્હી પોલીસ અધિકારીઓ સામે વિભાગીય તપાસની માગ કરી હતી. જસ્ટિસ શર્માએ આ કેસમાં દિલ્હી પોલીસ અને બિભવ કુમારના વકીલોની દલીલો સાંભળી હતી. જસ્ટિસ નવીન ચાવલાની બેંચ પહેલા બિભવની અરજી પર સુનાવણી કરવાની હતી. જો કે, જસ્ટિસ ચાવલાએ આ કેસને જસ્ટિસ શર્માની બેંચમાં ટ્રાન્સફર કર્યો હતો. દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડવોકેટ સંજય જૈને સુનાવણી દરમિયાન બિભવની અરજી સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તે સુનાવણીને લાયક નથી. બિભવના વકીલ એન હરિહરને કહ્યું કે દિલ્હી પોલીસે ધરપકડના મેમો અને ધરપકડના કારણોનો ખુલાસો કર્યો નથી. આ બાબત વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે, જેને હળવાશથી ન લેવો જોઈએ. દિલ્હીની તીસ હજારી કોર્ટે 27 મેના રોજ બિભવની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજા દિવસે એટલે કે 28મી મેના રોજ કોર્ટે બિભવને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બિભવ પર સીએમ હાઉસમાં AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. તેમની 18 મેના રોજ સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. HCએ PIL દાખલ કરનાર વકીલને ઠપકો આપ્યો
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે (31 મે) સ્વાતિ માલીવાલ કેસમાં PIL દાખલ કરનાર વકીલ સંસારપાલ સિંહને ઠપકો આપ્યો હતો. અરજદારે મીડિયાને હુમલાના મામલાની રિપોર્ટિંગ કરતા રોકવાની માગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે પીડિતા (માલીવાલ) પોતે જ આગળ આવીને કેસ વિશે વાત કરી છે, તો અરજદારને શું સમસ્યા છે? તમે કોણ બોલનાર છો? પીડિતો ફરિયાદ નથી કરી રહ્યા, પરંતુ તમે ફરિયાદ કરી રહ્યા છો. કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે આ અરજી માત્ર પ્રચાર માટે દાખલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.