વર્લ્ડ હેરીટેજ શહેરનું હેરીટેજ નામશેષ થવાના આરે, અમદાવાદના કોટ વિસ્તારમાં ટી-ગર્ડર ઉપર ધમધમતાં કોમર્શિયલ બાંધકામો - At This Time

વર્લ્ડ હેરીટેજ શહેરનું હેરીટેજ નામશેષ થવાના આરે, અમદાવાદના કોટ વિસ્તારમાં ટી-ગર્ડર ઉપર ધમધમતાં કોમર્શિયલ બાંધકામો


અમદાવાદ,રવિવાર,21
ઓગસ્ટ,2022પાંચ વર્ષ અગાઉ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો
યૂનેસ્કો દ્વારા આપવામાં આવ્યો છે.પાંચ વર્ષના સમયમાં શહેરના કોટ વિસ્તારમાં અનેક
રહેણાંક હેરીટેજ મકાનો તોડી ટી-ગર્ડર ઉપર બાંધકામ કરી અગાઉ રહેણાંક હેતુથી
વપરાશમાં લેવાતા મકાનોને કોમર્શિયલ કોમ્પલેકસમાં ફેરવી દેવામાં આવ્યા છે.ટેકસ
બિલનાં આધારે કોમર્શિયલ વપરાશને મંજુરી આપી ના શકાય એવા હાઈકોર્ટના આદેશને પણ
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ઘોળીને પી જઈ કોમર્શિયલ બાંધકામોને મંજુરી આપી
રહયા છે.મકાન સમારકામની મંજુરી અપાય છે પરંતુ આખા બિલ્ડિંગને તોડીને નવેસરથી
રાતોરાત ઉભા કરી દેવામાં આવી રહયા છે.ભાજપના સત્તાધીશો પણ મૂકપ્રેક્ષક બનીને તમાશો
જોઈ રહયા છે.અમદાવાદના કોટ વિસ્તારમાં ટી-ગર્ડર ઉપર મકાનના સમારકામ કરવા
સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ૮ ઓગસ્ટ-૨૦૧૩ના રોજ પરિપત્ર કરી મંજુરી
આપવામાં આવી હતી.આ પરિપત્રને પડકારતી જાહેર હીતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં તુળજા
યુવક મંડળ તરફથી કરવામાં આવી હતી.એ સમયે હાઈકોર્ટ તરફથી ટેકસ બિલના આધારે કોટ
વિસ્તારમાં કોમર્શિયલ વપરાશની મંજુરી આપી ના શકાય એ પ્રકારનો આદેશ મ્યુનિસિપલ
કોર્પોરેશનના અધિકારીઓને અપાયો હતો. ઉપરાંત કોટ વિસ્તારમાં થતાં બાંધકામો માટે
પાર્કીંગની સુવિધા ફરજીયાત આપવા પણ તંત્રને કહેવામાં આવ્યુ હતું.બાદમાં વર્ષ-૨૦૧૫માં ઓલ્ડ વોલ
સીટી રેસિડેન્સી ગુ્પ દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
તરફથી કોટ વિસ્તારમાં ટી-ગર્ડર ઉપર મકાનના સમારકામ અને બાંધકામ કરવા અંગે
વર્ષ-૨૦૧૩માં કરવામાં આવેલા પરિપત્રને લઈ જાહેર હીતની અરજી કરવામાં આવતા
હાઈકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ટી-ગર્ડરને લગતો પરિપત્ર પાછો ખેંચવા
બાંહેધરી આપવામાં આવી હતી.બે વખત હાઈકોર્ટમાં ટી-ગર્ડરને લઈ જાહેર હીતની અરજી થયા
બાદ  પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ
વર્ષ-૨૦૧૮થી શહેરના કોટ વિસ્તારમાં ટી-ગર્ડર ઉપર મકાનોના સમારકામ અને બાંધકામને
મંજુરી આપવાનું શરુ કર્યુ છે.ત્રણ વર્ષમાં ટી-ગર્ડર ઉપર સમારકામ-બાંધકામને લગતી ૧૮૦
અરજીઓ મંજુર કરાઈઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ તરફથી
વર્ષ-૨૦૧૮-૧૯માં ટી-ગર્ડર ઉપર સમારકામ કે બાંધકામને લગતી ૭૩  અરજીઓ મંજુર કરવામાં આવી હતી.વર્ષ-૨૦૧૯-૨૦માં
૫૪ અરજીઓ મંજુર કરવામાં આવી હતી.પહેલી એપ્રિલ-૨૦૨૧થી અત્યાર સુધીમાં ૫૦ થી વધુ
અરજીઓ ટી -ગર્ડર ઉપર સમારકામ કે બાંધકામ માટે મંજુર કરવામાં આવી છે.ખત્રી પોળમાં ધમધમતા આઠ કોમર્શિયલ કોમ્પલેકસગાંધી રોડ ઉપર આવેલી ખત્રી પોળમાં સીલ્વર હાઉસ ઉપરાંત ચંદન
કોમ્પલેકસ, રાજરત્ન
કોમ્પલેકસ, હર્ષ
કોમ્પલેકસ, આરાધના
કોમ્પલેકસ, સાગર
કોમ્પલેકસ ઉપરાંત જી.આર.કોમ્પલેકસ ઉપરાંત ન્યુ.જી.આર.કોમ્પલકેસ ધમધમી રહયા છે.
ગાંધીરોડ ઉપર આવેલી પાડા પોળમાં ધર્મનાથ કોમ્પલેકસ, નેશનલ હાઉસ,
શ્રેયસ કોમ્પલેકસ, ગોકુલ
ભવન ઉપરાંત ક્રીશ્ના કોમ્પલેકસ અને ચીનીલાલ કોમ્પલેકસ ધમધમી રહયા છે.ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો,પૂર્વ કોર્પોરેટરો અને પૂર્વ ધારાસભ્યની સંડોવણીશહેરના કોટ વિસ્તારમાં રહેણાંક હેરીટેજ મકાનો તોડી
કોમર્શિયલ કોમ્પલેકસ બનવા પાછળ ભાજપ ઉપરાંત કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ
કોર્પોરેટરો અને પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરોની સંડોવણી ખુલવા પામી છે. આમ છતાં
મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ તમામની સામે
પોલીસ ફરિયાદ કરવા સુધીની સત્તા હોવા છતાં હેરીટેજ રહેણાંક મકાનોને બદલે કોમર્શિયલ
કોમ્પલેકસ થતા હોવા છતાં મુકપ્રેક્ષક બનીને જોઈ રહે છે.આ તમામને ગેરકાયદે બાંધકામ
કરનારાઓ પાસેથી નિયમિત હપ્તા મળતા હોવાનું પણ સ્થાનિક રહીશોની ચર્ચામાં સાંભળવા
મળી રહયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.