વન નેશન, વન ઇલેક્શનને લીલી ઝંડી:મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ; રિપોર્ટ પ્રમાણે હવે અમુક રાજ્યોની ચૂંટણીના કેલેન્ડર બદલાશે, ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલાં આવી શકે - At This Time

વન નેશન, વન ઇલેક્શનને લીલી ઝંડી:મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ; રિપોર્ટ પ્રમાણે હવે અમુક રાજ્યોની ચૂંટણીના કેલેન્ડર બદલાશે, ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલાં આવી શકે


સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. PMની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન, વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન વન ઈલેક્શનનું વચન આપ્યું હતું. કોવિંદ કમિટીના રિપોર્ટ પ્રમાણે કેટલાય રાજ્યોની ચૂંટણીના કેલેન્ડર બદલાશે. જેના પ્રમાણે ગુજરાત સહિત 6 રાજ્યોનો કાર્યકાળ 13થી 17 મહિના ઘટશે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન-વન ઈલેક્શનની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. વન નેશન વન ઈલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ 18 હજાર 626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના રિસર્ચનું પરિણામ છે. એકસાથે ચૂંટણીથી શું ફાયદો થશે? 32 રાજકીય પક્ષોનું સમર્થન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 'વન નેશન, વન ઇલેક્શન'ના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી. વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તે 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસનાં સંશોધનનું પરિણામ છે. પેનલ સૂચનો... કોવિંદ સમિતિએ 7 દેશોની ચૂંટણી પ્રક્રિયા પર સંશોધન કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો, સમિતિમાં 8 સભ્યો છે, જેની રચના સપ્ટેમ્બર 2023માં કરવામાં આવી હતી ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. વન નેશન વન ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં યોજાઈ હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે. અત્યારે વન નેશન-વન ઈલેક્શનની શક્યતા આ પ્રમાણે છે વન નેશન, વન ઇલેક્શન લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે. પ્રથમ તબક્કો: 6 રાજ્યો, મતદાનઃ નવેમ્બર 2025માં બીજો તબક્કો: 11 રાજ્યો, મતદાનઃ ડિસેમ્બર 2026માં આ બે તબક્કા પછી દેશની તમામ વિધાનસભાઓનો કાર્યકાળ જૂન 2029માં સમાપ્ત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિંદ કમિટી કાયદા પંચ પાસેથી અન્ય પ્રસ્તાવ માંગશે, જેમાં તેને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને પણ સામેલ કરવા માટે કહેવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન એટલે શું? હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઇએ, એટલે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે. આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.