જામનગરની જિલ્લા જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ - At This Time

જામનગરની જિલ્લા જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ


- જેલવાસ ભોગવી રહેલા ૫૯૫ બંદીવાનો ના બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન નું પર્વ ઉજવ્યુંજામનગર,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારજામનગરની જિલ્લા જેલમાં પણ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી, અને જેલવાસ ભોગવી રહેલા 595 બંદીવાનોને તેમના બહેનો સહિતના પરિવારને જેલમાં બોલાવ્યા પછી તમામ બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વનું ઉજવણી કરી હતી. જામનગરની જિલ્લા જેલમાં હાલ 595 બંદીવાનોને રખાયા છે, જે તમામ કેદીઓના પરિવારજનોને આજે રક્ષાબંધનના પર્વને લઈને પ્રવેશ માટેની છૂટ અપાઈ હતી. જેના અનુસંધાને સવારે ૧૦.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાખડી બાંધવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને એકી સાથે ૨૫ બંદીવાનો બેસી શકે, તેવી બેઠક વ્યવસ્થા ગોઠવી હતી. જેમની સામે તેમના બહેનો અથવા પરિવારજનો રાખડી બાંધી શકે તે રીતે પૂજાપાના સામાન માટેના ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તેના અનુસંધાને ક્રમશઃ ૨૫-૨૫ કેદી ભાઈઓ રાખડી બંધાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા, અને તેમના પરિવારજનોએ રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું. જામનગરની જિલ્લા જેલના અધિક્ષક એમ.જી.રબારી, જેલર એન.કે.ઝાલા ઉપરાંત હવાલદાર રવિરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, મસરીભાઈ કરંગીયા, અને સંજયભાઈ ગઢવી સહિતના જેલ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી. જેના કારણે જેલમાં રક્ષાબંધનનું પર્વ પણ સારી રીતે ઉજવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.