દારૂવાળાએ કેમિકલ લીધાનું મુખ્ય સૂત્રધાર જયેશએ જણાવતા પોલીસની નિષ્ફળતા છતી થઈ - At This Time

દારૂવાળાએ કેમિકલ લીધાનું મુખ્ય સૂત્રધાર જયેશએ જણાવતા પોલીસની નિષ્ફળતા છતી થઈ


અમદાવાદ,તા.28 જુલાઈ 2022,ગુરૂવારબોટાદ જીલ્લામાં ૫૦થી વધુના મોતના જવાબદાર મુખ્ય સૂત્રધાર જયેશે પોલીસને ૬૦૦ લીટર કેમિકલનો જથ્થો દારૂની ભઠ્ઠી ચલાવતા ભાઈને વેચ્યો હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસની દારૂ ના મળતો હોવાથી પાણીમાં કેમિકલ ભેળવીને વેચ્યાની થિયરીમાં પણ નિષ્ફળતા તો છતી થઈ છે. મુખ્ય સૂત્રધારે પોલીસને જે જણાવ્યું તેમાં, દારૂની ભઠ્ઠી ચલાવતા શખ્સે જ કેમિકલ ખરીદ્યું તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. દારૂમાં નહી પણ પાણીમાં કેમિકલ ભેળવ્યું પણ આવું કરનાર તો દારૂનો વેપારી હતો. તેણે રોકવાની જવાબદારી તો પોલીસની હતી છતાં અનેક માનવ જીંદગી બચાવવામાં પોલીસ નિષ્ફળ ગઈ તે બાબત સ્પષ્ટ થઈ તેવી ચર્ચા શરૂ થઈ છે.પાણીમાં કેમિકલ ભેળવ્યું પણ અનેક માનવ જીંદગી પોલીસ બચાવી ના શકી તે સ્પષ્ટ થયું રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ દારૂ ન મળતો હોવાને કારણે પાણીમાં મિથેનોલ કેમિકલ ભેળવી વેચવામાં આવતા હોનારત થયાનો દાવો કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કેમિકલ વેચનાર જયેશે જણાવ્યું હતું કે, દારૂની ભઠ્ઠી ચલાવતા પિતરાઈ ભાઈ સંજયને તેણે ૬૦૦ લીટર કેમિકલ વેચ્યું હતું. સંજય પોતે દારૂના ધંધા સાથે સંકળાયેલો હોવાનું સ્પષ્ટ છે. સંજયે કેમિકલ પાણીમાં ભેળવીને વેચ્યું તેનો મતલબ પોલીસ તેણે રોકવામાં નિષ્ફળ ગઈ અને ૫૦ વધુ લોકો મોત થયા હતા.  પોલીસની કડક વોચને કારણે દારૂ ના મળતો હોવાની વાત કોઈના ગળે ઉતરે તેવી ન હોવાનું બોટાદ જીલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કેમિકલને લોકોએ તો દારૂ સમજીને પીધું અને વેચનારે પણ દારૂ કહીને વેચ્યું હતું. આમ, દારૂ નહી પણ પાણીમાં કેમિકલની વાત પોલીસે આગળ કરીને ઉંઘા કાન પકડવાની થિયરી અપનાવ્યાની લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. ક્રાઈમબ્રાંચે જયેશને પકડીને બોટાદ જીલ્લા પોલીસને સોંપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જયેશે કબૂલ્યું હતુ કે,એક વર્ષ પહેલા તે  એક પ્રસંગમાં સંજયને મળ્યો ત્યારે તેણે દેશી દારૂ બનાવવામાં મિથેનોલ વપરાતું હાવાનું કહી મારી પાસે કેમિકલ માંગ્યું હતું. આ કેમિકલ અખાદ્ય હોવાનું જાણતો હોવાથી તે હું વેચતો ન હતો. કંપનીમાં ઈન્સ્પેકશનમાં આવતા અધિકારીઓ પણ આ કેમિકલ બહાર કોઈને ન વેચવા જણાવતા હતા. આ કેમિકલ માત્ર દવામાં વપરાતું હોવાનું જયેશ જાણતો હતો. જો કે, લાંભામાં સાત લાખ રૂપિયાનો ફલેટ લીધો હોવાથી પૈસાની જરૂર પડી હતી.આથી, જયેશે કેમિકલ સંજયને વેચવાનો નિર્ણય લીધો હતો.એમોસ કંપની વિશે તરેહ તરેહની ચર્ચા શરૂ થઈજયેશની પોલીસે ૬૦૦ લીટર મિથેનોલ ચોરીને વેચવાના મામલે ધરપકડ થયા બાદ એમોસ કંપની વિશે પણ તરેહ તરેહની ચર્ચા શરૂ થઈ છે. જે મુજબ કંપનીના માલિક સમીરભાઈ પટેલને રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ સાથે ઘરોબો હોવાનું તેમજ કંપનીનું લાઈસંસ રિન્યુ ન થયું હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. આ અંગે કોઈ સ્પષ્ટતા પોલીસ દ્વારા કરવામાં આવી નથી. હું જાણતો હતો, 'મિથેનોલથી દારૂ બને અને લઠ્ઠાકાંડ થાય'પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જયેશે કબૂલ્યું હતું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી કંપનીમાં મિથેનોલ કેમિકલ ૨૦૦ લીટરના બેરલમાંથી અઢી લીટરની બોટલમાં ભરવાનું કામ કરતો હતો.કંપનીમાં ઈન્સ્પેકશન માટે આવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, મિથેનોલનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય છે અને તેનાથી અગાઉ લઠ્ઠાકાંડ થયો હતો. આ કેમિકલ અન્ય કોઈ વ્યક્તિને આપવું નહી તેમ પણ જયેશને અધિકારીઓએ જણાવ્યું હતું.શેઠના ધ્યાન બહાર આરોપીએ કેમિકલ ભેગું કર્યું અને રજીસ્ટરમાં કોઈ એન્ટ્રી વગર રાખ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.