કારમાંથી મળ્યો દારૂ, ચાલકની સાથે ડોગની પણ ધરપકડ કરી, હવે દેખભાળ કરવામાં પોલીસને છુટી રહ્યો છે પરસેવો
નવી દિલ્હી,તા.16 જુલાઈ 2022,શનિવારગુજરાતની જેમ બિહારમાં પણ દારૂબંધીનો કાયદો લાગુ છે અને અહીંયા પણ પોલીસ દારૂ સાથે પકડાયેલાની ધરપકડ કરતી હોય છે.જોકે બકસર જિલ્લામાં દારૂ સાથે પકડાયેલા કાર ચાલકની સાથે એક જર્મન શેફર્ડ ડોગ પણ હતો. કાર ચાલક પાસે દારૂની 6 બોટલો મળી હતી. પોલીસે કાર ચાલકની સાથે સાથે ડોગને પણ પોલીસ મથકે લઈ ગઈ હતી.જોકે હવે પોલીસ સ્ટેશન આખુ કુતરાના કારણે પરેશાન છે. કારણકે વિદેશી પ્રજાતિના ડોગની દેખભાળ કરવામાં પોલીસને પરસેવો છુટી રહ્યો છે. કુતરાને પોલીસ દુધ અને કોર્ન ફ્લેક્સ ખવડાવી રહી છે. કુતરો અંગ્રેજી ભાષામાં જ અપાયેલા આદેશ માનતો હોવાથી પોલીસની મુશ્કેલી ઓર વધી છે.જોકે કુતરો પણ પોલીસ મથકમાં હેરાન થઈ રહ્યો છે. કારણકે પોલીસ મથકમાં તેને ઘર જેવી સગવડો મળી રહી નથી. અહીંયા કોઈને તેના ખાવાના ટાઈમિંગની ખબર નથી.ઉલ્લેખનીય છે કે, બસ્તર પોલીસે જ્યારે કારને અટકાવીને ચેકિંગ કર્યુ ત્યારે 6 બોટલ મળી હતી. કારમાં ડોગ પણ સવાર હતો.પોલીસે તો કાર, દારૂની બોટલ સાથે ડોગને પણ પોલીસ મથકમાં જમા કરી દીધો હતો. હવે કુતરાની દેખભાળમાં પોલીસનો ઘણો સમય વેડફાઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.