દૈનિક કેસમાં વધારો થયો, અમદાવાદમાં કોરોનાના નવા ૨૧૧ કેસ નોંધાતા તંત્ર એલર્ટ
અમદાવાદ,મંગળવાર,28 જુન,2022અમદાવાદમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસમાં ૫૬ કેસનો વધારો
થતાં નવા ૨૧૧ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતુ.૧૦૭ દર્દી
સાજા થયા હતા.હાલમાં શહેરમાં કોરોનાના એક હજાર એકિટવ કેસ છે.કેસ વધવાની સ્થિતિમાં
મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી કોન્ટેક ટ્રેસીંગમાં વધારો કરવામાં આવ્યો
છે.એસ.વી.પી.હોસ્પિટલમાં દસ દર્દી સારવાર હેઠળ છે.જુન મહિનાના આરંભથી જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત
વધારો થઈ રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી શહેરના એસ.ટી.તથા
રેલવે સ્ટેશન ઉપર આવતા લોકોના રેપીડ એન્ટિજન અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવી
રહ્યા છે.આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરો ઉપર રોજના
૨૫૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં
કોરોનાના નવ દર્દી વોર્ડમાં અને એક દર્દી ઓકિસજન ઉપર સારવાર લઈ રહ્યા છે.શહેરમાં
હાલમાં કોરોનાના કુલ પંદર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે કોરોના સંક્રમિત થતા
દર્દીના સંપર્કમાં આવેલા લોકોના કોન્ટેક ટ્રેસીંગની સંખ્યા હેલ્થ વિભાગ તરફથી
વધારવામાં આવી છે.માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર-ગ્રામ્યમાં કુલ ૩,૮૭,૮૭૪ લોકો કોરોના
સંક્રમિત થયા છે.કુલ ૩,૮૨,૮૪૯ લોકો કોરોના
મુકત થયા છે.અત્યાર સુધીમાં કુલ ૩૭૧૪ લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.