કન્યાકુમારીના દરિયામાં દેશનો પ્રથમ કાચનો પુલ બનાવાયો:મુખ્યમંત્રી સ્ટાલિને કર્યું ઉદ્ઘાટન, 77 મીટર લાંબો પુલ ₹37 કરોડના ખર્ચે તૈયાર; સમુદ્ર પર ચાલતા હોવાની પ્રવાસીઓ માણશે મજા
તમિલનાડુમાં કન્યાકુમારીના કિનારે દેશનો પહેલો કાચનો પુલ બનાવવામાં આવ્યો છે. આ 77 મીટર લાંબા અને 10 મીટર પહોળા પુલનું સોમવારે સાંજે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલના નિર્માણથી, પ્રવાસીઓ કન્યાકુમારીના કિનારે વિવેકાનંદ રોક મેમોરિયલથી સીધા 133 ફૂટ ઉંચી તિરુવલ્લુવર પ્રતિમા સુધી પહોંચી શકશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પાછળ 37 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કન્યાકુમારીના પ્રવાસન અધિકારીએ જણાવ્યું કે કાચના પુલની નીચે સમુદ્ર છે. પુલ પર ચાલતાં એવું લાગે છે કે જાણે આપણે સમુદ્ર પર ચાલી રહ્યા છીએ. આ ધનુષાકારવાળા કાચના પુલને દરિયાકિનારે ફૂંકાતા તેજ પવનનો સામનો કરવા મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ઉદ્ઘાટન દરમિયાન સીએમ સ્ટાલિન, ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિન, રાજ્યના મંત્રીઓ અને સાંસદોએ કનિમોઝી બ્રિજ પર વોક કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તિરુવલ્લુવરની પ્રતિમા પર લેસર લાઈટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લાસ બ્રિજની તસવીરો... સંત તિરુવલ્લુવરની પ્રતિમાના અનાવરણના 25 વર્ષ પૂર્ણ થવા પર પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું... 4 પોઇન્ટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.