GS Conclave : સરકાર વિકાસયાત્રામાં પ્રજાબંધુ બને એવી કલ્પના સાકાર થઇ છે - At This Time

GS Conclave : સરકાર વિકાસયાત્રામાં પ્રજાબંધુ બને એવી કલ્પના સાકાર થઇ છે


- ગુજરાત સમાચાર, GSTV અને જલસો આયોજિત કોન્કલેવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા - ગુજરાતના કોઇપણ ખૂણે 10 કિલોમીટરની ત્રીજીયામાં રાજ્યના વિકાસ કાર્યાેની ઝલક જોવા મળશેઅમદાવાદ : ગુજરાત સરકાર અને ગુજરાત સમાચાર રાજ્યની વિકાસયાત્રાની વાત કરવા માટે તેના માટે ચર્ચા માટે એક કોન્કલેવના માધ્યમથી એક મંચ ઉપર આવ્યા છે તેનું સ્વાગત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ સમારોહમાં હાજર મહાનુભાવો સમક્ષ પોતના વિચારો રજૂ કર્યા હતા અને રાજ્યની રચના સમયની સ્થિતિ અને છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસ અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે જણાવ્યું હતું કે ગુજરાત જ્યારે ૧૯૬૦માં એક અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે બધાને એવું હતું કે આ ઉત્તરે રણ અને સૂકો પ્રદેશ સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન આટલો મોટો દરિયા કિનારો ખારોપાટ.. વાપીથી તાપી સુધી નિમિત્તે ઔદ્યોગિક વિકાસ હતો. બધાને થતું કે આ  ગુજરાતનું થશે શું? 'પણ ગુજરાત અત્યારે વિકાસના માર્ગે જે રીતે પુરપાટ ગતિએ આગળ વધી રહ્યું છે તેનું આવું પૂછવાવાળાને આશ્ચર્ય છે. આ પછી નરેન્દ્રભાઈ  મોદીએ ગુજરાત સરકારનું શાસન સંભાળ્યું અને રાજ્યના સર્વાંગી સર્વગ્રાહી વિકાસ યાત્રાનો આરંભ થયો,' એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 'આ યાત્રામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તે જાણવા માટે પાછળ વળીને પણ જોવું પડે નરેન્દ્રભાઈએ ઘણીવાર કહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સામે પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ જેવા પાયાના પ્રશ્નો હોવા છતાં ગુજરાતના વિકાસની ગતિ અને દિશા બંને યોગ્ય રીતે જાળવી રાખ્યા. સરકાર પ્રજાબંધુ બને તેવી પરિકલ્પના વડાપ્રધાને વિકસાવી છે,' એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. 'વડપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યા પછી તો ગુજરાતની વિકાસયાત્રા ડબલ એન્જિનની બેવડી ગતિથી આગળ ને આગળ વધી રહી છે આજે કોઈ એવું ક્ષેત્ર છે જ્યાં ગુજરાતે વિકાસ કર્યો ન હોય નવામાં પ્રસ્થાપિત ન કર્યા હોય રાજ્યના કોઇપણ ખૂણે જાવ ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં તમને કોઈ કોઈ વિકાસ નું કામ અવશ્ય ચાલતું જોવા મળે છે પાછલા બે દસકામાં વિકાસ એટલે ગુજરાત અને ગુજરાતીઓને વિકાસ જેવા પર્યાય બન્યા છે' એમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. એક સમયે પૂરતી વીજળી માટે વલખા મારતા ગુજરાતીને હવે ૨૪ કલાક થ્ર્રી ફેઇઝ વીજળી મળે છે. ગ્રીન એનર્જીના ઉત્પાદન અને ઉપયોગમાં ગુજરાતે દેશને રાહ ચિંધ્યો છે રાજ્યમાં વિઝન ઉત્પાદન ૮૦૦ મેગાવોટનો થી વધીને ૪૦ હજાર મેગાવોટ થયું છે રિન્યુએબલ એનર્જી નું ઉત્પાદન જે પહેલા ૯૯ મેગાવોટ હતું તે આજે વધીને ૧૬,૫૦૦ મેગાવોટ થયું છે. ગુજરાત એક્સપોર્ટ નિકાસ અને કાર્ગો  હેન્ડલિંગમાં અગ્રેસર છે સાથે ગિફ્ટ સિટી ધોલેરા સ્માર્ટ સિટી ડેડિકેટેડ ફ્રેેઇટ કોરિડોર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ગુજરાતના ઇન્ફેક્શન પોઈન્ટ આપણા ઝળહળતા પુરાવા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સામાન્ય ગરીબ માનવી મોંઘી સારવાર હવે મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ થી નિશુલ્ક મેળવતો થયો છે આ પાક આરોગ્ય માળખાને કારણે હોસ્પિટલમાં પ્રસૂતિની ટકાવારી ૯૯ ટકા સુધીના આપણે લઈ જઈ શકયા છે ગુજરાતે બાળ મૃત્યુદરમાં ૫૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ઓટો અને ફાર્મા ક્ષેત્ર નું હબ બન્યું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માં ગુજરાત અગ્રેસર છે ૨૦ વર્ષમાં એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખથી વધીને ૮.૭૫ લાખ થઇ છે  ગુજરાત ડીજીટલ યુગમાં  હરણફાળ ભરી રહ્યું છે ગુજરાતમાં આજે ન ૯૭ ટકા ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાઈ છે ડિજિટલ સેવા સેતુ અને ડીજીટલ ગુજરાત પોર્ટલ ને કારણે ૩૦૦ જેટલી સેવાઓ આજે આપણે આપણે ઉપલબ્ધ કરાવી શક્યા છે આરટીઓની ૨૦થી વધુ સેવાઓ ફેસલે થતા વર્ષે લગભગ ૬૩ લાખ અરજદારો ઘેરબેઠા સેવાનો લાભ મેળવી રહ્યા છે. 'એવી જ રીતે નોકરી શોધી રહેલા યુવાનોને જોબ ક્રિએટર બનાવવા અને યુવાધનની ક્ષમતા પ્રતિભાને ખીલવવામાં તક આપવા વડાપ્રધાને સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા નો વિચાર આપ્યો ગુજરાતે સ્ટાર્ટ અપ રેન્કિંગમાં સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે,' એમ અંતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.