લખતર ગામ પાસેના સરઘરા ડેમ નજીક કાર નાળા સાથે અથડાઇ - At This Time

લખતર ગામ પાસેના સરઘરા ડેમ નજીક કાર નાળા સાથે અથડાઇ


- સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો - અમદાવાદનો પરિવાર વઢવાણ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે આવ્યો હતો : પાંચ લોકોનો આબાદ બચાવ સુરેન્દ્રનગર : લખતર વઢવાણ હાઈવે પર લખતર નજીક આવેલા  સરઘરા ડેમ પાસે એક કારનો અકસ્માત સર્જાયો હતો સદ્દનસીબે કોઈ મોટી જાનહાની નહીં થતાં કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અમદાવાદનો પટેલ પરિવાર પોતાની કાર લઈને અમદાવાદથી વઢવાણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે લખતર નજીક સરઘરા ડેમ પાસે પહોંચતા ડ્રાઈવીંગ કરી રહેલા ચેતનાબેન પટેલ દ્વારા અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર નાળા સાથે જઈ ઘડકાભેર અથડાઈ હતી. જેમાં સદ્દનસીબે કારમાં બેસેલ પાંચ લોકોનો બચાવ થયો હતો. કોઈ જાનહાની થવા પામી ના હતી.લખતર હાઈવે પર અકસ્માતોના બનાવો અવાર-નવાર સામે આવી રહ્યાં છે અને અકસ્માતના વધતા બનાવોને લઇ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવુ જોઇએ તેવી માંગણી ઉઠી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.