કોથળામાં 2 ટુકડા કરેલી મળી હતી લાશ:બાંગ્લાદેશી એક્ટ્રેસ રાઈમા શિમુ શૂટિંગ માટે ગયા પછી પરત ન આવ્યાં, એક દોરીથી થયો હત્યાનો ચોંકાવનારો ખુલાસો - At This Time

કોથળામાં 2 ટુકડા કરેલી મળી હતી લાશ:બાંગ્લાદેશી એક્ટ્રેસ રાઈમા શિમુ શૂટિંગ માટે ગયા પછી પરત ન આવ્યાં, એક દોરીથી થયો હત્યાનો ચોંકાવનારો ખુલાસો


આજે વણકહી વાર્તામાં અમે તમને પાડોશી દેશ બાંગ્લાદેશની એક્ટ્રેસ રાઈમા ઈસ્લામ શેમુની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ, જે એક થ્રિલર ફિલ્મ જેવી લાગે છે, પરંતુ સાચી છે. વર્ષ 2022ની વાત છે. બાંગ્લાદેશી સિનેમાની સિનિયર એક્ટ્રેસ હંમેશની જેમ શૂટિંગ માટે બહાર ગયાં હતાં, પરંતુ તે પછી ક્યારેય ઘરે પરત ન ફર્યા. રાયમા ઇસ્લામ શિમુ ગુમ હોવાનું માની પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે માત્ર 24 કલાકમાં ગુમ થયેલી વ્યક્તિનો કેસ હત્યાના કેસમાં ફેરવાઈ જાય છે. રાયમાનો બે ટુકડા કરાયેલો મૃતદેહ ઘરથી થોડાક કિલોમીટર દૂર મળી આવ્યો હતા, જેના પર ઈજાના ઘણા નિશાન હતા. આજે વણકહી વાર્તામાં બાંગ્લાદેશી એક્ટ્રેસ રાઈમા ઈસ્લામ શીમુના ગુમ થવા અને હત્યા વિશે વાંચીએ... રાયમા ઇસ્લામ શિમુના જન્મના વર્ષ પર હંમેશા સવાલો તકાયેલા રહ્યા છે. ધ ડેઇલી સ્ટાર ન્યૂઝ અનુસાર, તેમનો જન્મ 1977માં બાંગ્લાદેશના બારીસાલમાં થયો હતો, જ્યારે બંગાળી દૈનિક અખબાર 'ડેઇલી જુગાંતર' અનુસાર રાયમાનો જન્મ 1987માં થયો હતો. બાંગ્લાદેશી ફિલ્મ ઈતિહાસમાં રાઈમાના બાળપણ સાથે જોડાયેલી વધુ માહિતી નથી. 1970 થી 1990 ની આસપાસ બાંગ્લાદેશી સિનેમા એટલે કે 'ઢાલીવૂડ'નો સુવર્ણ સમય હતો. આ દરમિયાન રાયમા ઈસ્લામ શીમુ પણ થિયેટરમાં જોડાયાં હતાં. રાયમા જયારે થિયેટર કરી રહ્યા હતા ત્યારે દેખાવમાં ખૂબ જ સુંદર હતા. તેમના પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક કાઝી હયાતેની નજર પડી હતી. તેમની સુંદરતા અને પ્રતિભા જોઈને કાઝી હયાતે તેમને પોતાની ફિલ્મ 'બાર્ટમેન'માં સાઈન કર્યા હતા. રાયમા ઈસ્લામ શેમુએ 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મથી પોતાની ઓળખ બનાવ્યા પછી રાયમા 2002 સુધી લગભગ 25 બાંગ્લાદેશી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. ફિલ્મોની સાથે તેઓ થિયેટર સાથે પણ જોડાયેલા હતા. તેમણે લગભગ 50 નાટકોમાં ભાગ લીધો હતો. રાયમા બાંગ્લાદેશી ટીવી ઈન્ડસ્ટ્રીનો પણ જાણીતો ચહેરો હતો. રાયમા ઇસ્લામ શેમુ જ્યારે ઢાકાના બિઝનેસમેન શકાવત અલી નોબેલને મળ્યા ત્યારે હિટ ફિલ્મો આપીને બાંગ્લાદેશી સિનેમામાં પોતાનું નામ બનાવી રહ્યાં હતાં. આ સાથે સમય વિતાવતા બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા બાદ રાયમાએ શકાવત અલી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ નિર્ણયની સાથે તેમણે બીજા ઘણા મહત્ત્વના નિર્ણયો પણ લીધા. આમાંથી એક બાંગ્લાદેશી સિનેમાથી દૂર રહેવાનું હતું. રાયમાએ 2004માં લગ્ન કર્યા બાદ ફિલ્મો છોડી દીધી હતી. તેમની છેલ્લી ફિલ્મ 2002ની 'જમાઈ સસુર' હતી. લગ્ન પછી તેમણે પોતાનો મોટાભાગનો સમય તેમના પરિવાર માટે ફાળવ્યો. લગ્ન પછી તેમણે કેટલાક ટીવી શો પ્રોડ્યુસ કર્યા. સમય જતાં તેઓના ઘરમાં બે બાળકો પણ થયાં. બાદમાં તે એક ખાનગી ચેનલના માર્કેટિંગ વિભાગમાં કામ કરવા લાગ્યા. સમયની સાથે તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું અને ટીવી શો બનાવવાનું શરૂ કર્યું. રાયમા તેના પતિ શકાવત અને બે બાળકો સાથે ઢાકાના ગ્રીન રોડ વિસ્તારમાં રહેતાં હતાં. 16 જાન્યુઆરી, 2022 રવિવાર હતો. તેમના પતિના કહેવા પ્રમાણે, અભિનેત્રી રાયમાએ શૂટિંગ માટે જવાનું છે તેમ કહીને ઘર છોડી દીધું હતું. સમય વીતતો ગયો અને સાંજ થઇ જવા છતાં પણ રાયમા ઘરે પરત ન આવ્યાં. રવિવારે રાયમાની બહેન ફાતિમા નિશાએ તેમને ઘણી વખત ફોન કર્યો, પરંતુ રાયમાએ કોઈ કોલનો જવાબ આપ્યો નહીં. સામાન્ય રીતે તે આવું કરતાં ન હતાં. થોડા સમય પછી ફાતિમા નિશાએ તેમની બહેનના પતિ શકાવતને ફોન કર્યો અને રાયમા ક્યાં છે તેમની પૂછપરછ કરવા લાગ્યા હતા. જવાબ મળ્યો- 'સવારે 7 વાગે શૂટિંગ માટે નીકળ્યા ત્યારથી કોઈ સમાચાર નથી. તેમને જ્યાં શૂટિંગ માટે જવાનું હતું ત્યાં પણ પહોંચ્યા નથી' રાયમાની બહેન ફાતિમા રવિવારની મોડી રાત સુધી તેમની રાહ જોતાં રહ્યાં. પરંતુ જ્યારે તેઓ પરત ન આવ્યા ત્યારે 17 જાન્યુઆરી, 2022ની સવારે તે નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા અને રાયમાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. થોડા કલાકો વીતી ગયા હતા જ્યારે રાયમાના પતિ શકાવતે પણ ઘરની નજીકના કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાંગ્લાદેશી સિનેમાની જાણીતી એક્ટ્રેસ ગુમ થવાના સમાચાર મળતાં જ પોલીસ સ્ટેશનમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગ્રીન રોડ પર રાયમાના ઘરેથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘરે પહોંચીને પતિની સીધી પૂછપરછ કરી. શખાવતે પોલીસને તે જ વાત કહી જે તેણે રાયમાની બહેનને કહી હતી. રાયમા લગભગ 7 વાગે ઘરેથી નીકળી હતી અને ત્યારથી તેઓ ગુમ હતા. ઘરના નોકર સાથે વાત કરી તો તેમણે પણ આ જ વાત કહી. શખાવતના કહેવા પર સવારે 7 વાગ્યાની આસપાસ કર્મચારી નાસ્તો કરવા માટે બહાર ગયો હતો, બહાર નીકળતાં પહેલાં તેમણે રાયમાને જોયા હતા અને ત્યારથી તે દેખાયા નહોતા. પોલીસે ઘરની તપાસ પણ શરૂ કરી હતી, પરંતુ ઘરમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. ઝાડીઓ પાસે બોરીમાંથી લાશ મળી
જ્યારે તપાસ ચાલી રહી હતી ત્યારે 17 જાન્યુઆરીએ પોલીસને કેરાનીગંજના હજરતપુર બ્રિજ પાસેના વિસ્તારમાંથી કેટલાક સ્થાનિક લોકોનો ફોન આવ્યો હતો. પોલીસને ફોન પર જાણ કરવામાં આવી હતી કે પુલ પાસેની ઝાડીઓમાં કંઈક શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને એક બોરીમાંથી એક મહિલાની બે ટુકડા કરેલી લાશ મળી આવી હતી, તે મૃતદેહ અન્ય કોઈનો નહીં પણ એક્ટ્રેસ રાઈમા ઈસ્લામ શેમુની હતી. હવે ગુમ થવાનો મામલો હત્યાના કેસમાં બદલાઈ ગયો થયો હતો. રાયમાની હત્યાના સમાચારે બાંગ્લાદેશી સિનેજગતમાં સનસનાટી મચાવી દીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મિટફોર્ડ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં રાયમાના ભાઈ શાહિદુલ ઈસ્લામે તેમની ઓળખ કરી હતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસે કડકાઈથી તપાસ શરૂ કરી હતી. બાંગ્લાદેશી એક્ટર પર હત્યાની આશંકા, એસોસિયેશનના સભ્યપદને લઈને ઝઘડો થયો હતો
તપાસ દરમિયાન બાંગ્લાદેશી એક્ટર ઝાયેદ ખાનનું નામ પણ પોલીસ સમક્ષ સામે આવ્યું હતું. થોડા વર્ષો પહેલાં રાયમા અને ઝાયેદ વચ્ચે ફિલ્મ આર્ટિસ્ટ એસોસિયેશનના સભ્યપદને લઈને ઝઘડો થયો હતો. જ્યારે ઝાયેદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમણે રાયમા સાથે 2 વર્ષ પહેલાં છેલ્લે વાત કરી હતી અને ત્યારથી તેઓ સંપર્કમાં નથી. કારની તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો
બાદમાં પોલીસે રાયમાના ઘરેથી ફરી તપાસ શરૂ કરી હતી. પોલીસને રાયમાની કાર તેમના ઘરની બહાર મળી હતી. રાયમાના ઘરમાં આ એકમાત્ર કાર હતી, જે તે અને તેના પતિ બંને ચલાવતા હતા. જ્યારે પોલીસે કારની તપાસ શરૂ કરી તો ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પોલીસે કારનો દરવાજો ખોલતાની સાથે જ કારની અંદરથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી. જાણે કારમાં બ્લીચીંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. દોરડા વડે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે
કારની હાલત જોઈને સ્પષ્ટ હતું કે કારને ધોઈ નાખવામાં આવી હતી અને બાદમાં દુર્ગંધ દૂર કરવા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસને કારમાંથી નાયલોનની દોરીનું બંડલ પણ મળી આવ્યું હતું. આ એ જ નાયલોની દોરી હતી, જેનો એક ટુકડો રાયમાના મૃતદેહને રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોથળાને સીવવામાં કરવામાં આવ્યો હતો. આ પુરાવા પોલીસ માટે પૂરતા હતા. પતિએ ગુનાની કબૂલાત કરતાં સનસનાટી મચી ગઈ
શરૂઆતમાં કેરાનીગંજ મોડલ પોલીસ સ્ટેશનમાં શખાવત જુદા જુદા નિવેદનો આપીને પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, જોકે પોલીસની કડકાઈ બાદ તેમણે હત્યા અને લાશનો નિકાલ કર્યાની કબૂલાત કરી હતી. પતિના નિવેદન મુજબ, 16 જાન્યુઆરી, 2022ના રોજ સવારે 7 વાગે તેની અને રાયમા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો વધી જતાં શખાવતે ગુસ્સે થઈને પહેલાં તેમની પર હુમલો કર્યો અને પછી તેનું ગળું દબાવી દીધું પરિણામે તેનું મૃત્યુ થયું. પત્નીની હત્યા કર્યા બાદ શખાવતે તેના મિત્ર S.M.Y. અબ્દુલ્લા ફરહાદને ફોન કરીને ઘરે બોલાવ્યા. જ્યારે તેમણે તેમના મિત્રને આખી વાત કહી, ત્યારે મિત્ર તેમને મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરવા સંમત થયો હતો. બંનેએ લાશને કાપી નાખી અને પછી ઘરમાં પડેલા કોથળામાં ભરી દીધી. ઘરમાં નાયલોનના દોરડાનું બંડલ હતું, જેની મદદથી તેઓ કોથળાને સીવી નાખ્યો હતો.. ઘરમાં નોકર હોવાથી મૃતદેહનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ હતો, તેથી શખાવતે તેને નાસ્તો કરવા માટે ઘરની બહાર મોકલી દીધો. કર્મચારી જતાંની સાથે જ શખાવત અને તેના મિત્રએ રાયમાની લાશને કારના ટ્રંકમાં છૂપાવી દીધી હતી. 16 જાન્યુઆરીની બપોરે બંને મૃતદેહનો નિકાલ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ દિવસ હોવાને કારણે તેઓ તેમ કરી શક્યા ન હતા અને મૃતદેહ લઈને ફરી ઘરે પરત ફર્યા હતા. અંધારું પડ્યા બાદ રાત્રે લગભગ 9 વાગ્યે બંને ફરી બહાર આવ્યા હતા. નિર્જન જગ્યાની શોધમાં બંને કેરાનીગંજના હજરતપુર બ્રિજ પર પહોંચ્યા. બ્રિજથી લગભગ 300 મીટરના અંતરે બંનેએ ઝાડીઓ પાસે ટ્રંકમાં રાખેલી લાશનો નિકાલ કર્યો અને ઘરે પરત ફર્યા. ઘરે પરત ફર્યા પછી શખાવતે તેમની પત્નીને શોધવાનું બહાનું ચાલુ રાખ્યું અને બીજા દિવસે તે પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને ફરિયાદ કરી. શખાવત વર્ષોથી ડિપ્રેશનમાં હતો, રાયમાને શંકાના કારણે મારતો હતો
કોરોના મહામારી રાયમા શીમુ અને શખાવત અલી નોબેલ માટે ખરાબ તબક્કો લઈને આવી હતી. રાયમાના શોનું શૂટિંગ બંધ થઈ ગયું હતું, તો બીજી તરફ શાખાવતને બિઝનેસમાં મોટું નુકસાન થયું હતું. સતત ખોટને કારણે તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. તેનાથી શખાવતના મન પર ખરાબ અસર પડી. સમય વીતતો ગયો અને શખાવતનો ધંધો બંધ થઈ ગયો. હવે ઘરમાં આવકનું એકમાત્ર સાધન રાયમા જ હતું. સમયની સાથે-સાથે રાયમા પ્રત્યે શખાવતનું વલણ કઠોર બનતું ગયું. તે અવારનવાર રાયમાને શંકાના કારણે માર મારતો હતો. તેમને શંકા હતી કે રાયમાનું અફેર હતું. રાયમાના મૃત્યુના થોડા મહિના પહેલાં જ રાયમાએ પોલીસમાં તેમના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ પણ નોંધાવી હતી. રાયમા ઘણીવાર તેમના પતિ વિશે તેની બહેન ફાતિમાને ફરિયાદ કરતી હતી. તેઓ તેમના લગ્નજીવનમાં ખુશ નહોતા. પરંતુ તેમણે ક્યારેય અલગ થવાનો વિચાર કર્યો ન હતો. રાયમા ઈસ્લામ શીમુની હત્યાના થોડા દિવસો બાદ તેની પુત્રી ઓઝિયા અલીમ રીદને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. ઓજિયાએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે શખાવતે ઘણીવાર રાયમાને માર માર્યો હતો. શખાવતે હત્યાના આરોપની કબૂલાત કર્યાના બીજા દિવસે તેણે પોલીસ કસ્ટડીમાંથી ઓઝિયાને બોલાવી અને હત્યા માટે માફી માગી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.