બેંગકોકની હયાત હોટેલમાંથી 6 લોકોના મૃતદેહ મળ્યા:ઝેર આપીને હત્યા કરી હોવાની આશંકા, મૃતકોમાં 3 મહિલાઓનો પણ સમાવેશ - At This Time

બેંગકોકની હયાત હોટેલમાંથી 6 લોકોના મૃતદેહ મળ્યા:ઝેર આપીને હત્યા કરી હોવાની આશંકા, મૃતકોમાં 3 મહિલાઓનો પણ સમાવેશ


થાઈલેન્ડની રાજધાની બેંગકોકની એક હોટેલમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ વિયેતનામના નાગરિક છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આમાંથી બે લોકો અમેરિકાની બેવડી નાગરિકતા પણ ધરાવે છે. આ ઘટના મધ્ય બેંગકોકની લક્ઝરી હોટેલ હયાતમાં બની હતી. સ્થાનિક મીડિયા દાવો કરી રહ્યું છે કે, હોટેલની અંદર ફાયરિંગ થયું છે. જોકે પોલીસે આ વાતને નકારી કાઢી છે. તેમને ગોળીબારના કોઈ પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ તમામ છ લોકોની ઝેર પીને હત્યા કરવાના એંગલથી તપાસ કરી રહી છે. મૃત્યુના 24 કલાક પછી માહિતી આવી
બેંગકોક પોલીસ કમિશનરે જણાવ્યું કે, આ તમામ છ લોકોએ 24 કલાક પછી પણ હોટેલમાંથી ચેકઆઉટ કર્યું નથી. આ પછી હોટેલના સ્ટાફે જઈને તપાસ કરી તો પાંચમા માળે બધા મૃત હાલતમાં મળી આવ્યા. મૃતકોના શરીર પર કોઈપણ પ્રકારની હિંસાના નિશાન જોવા મળ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ચોરીનો મામલો પણ નથી લાગતો. પોલીસને મૃતકના રૂમની અંદરના કપમાંથી સફેદ પાવડરના નિશાન મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે તે ઝેર હોઈ શકે છે. ખાણી-પીણીમાં ભેળસેળના સંકેતો, શંકાસ્પદની શોધ ચાલુ
પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના ડીએનએ શંકાસ્પદ પદાર્થો અને સોમવારે બપોરે 2 વાગ્યા પહેલા મંગાવવામાં આવેલા પીણામાંથી મળી આવ્યા હતા. આ સિવાય બાથરૂમમાં ખુલ્લા કન્ટેનરમાંથી ચા, એનર્જી ડ્રિંક અને મધ પણ મળી આવ્યા હતા. આ સિવાય ઓર્ડર કરેલો ખોરાક પણ મળ્યો છે. પોલીસને દરવાજા પાસે એક લાશ મળી આવી હતી. પોલીસે અનુમાન લગાવ્યું હતું કે તેણે ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હશે, જો કે તે આવું કરે તે પહેલા તેનું મોત થઈ ગયું. પોલીસના જણાવ્યા અનુસાર સાત લોકોએ હોટેલ બુક કરાવી હતી. જેમાંથી 5 લોકોના મોત થયા છે. આ સિવાય અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જેનો બુકિંગ રેકોર્ડ હોટેલ પાસે નથી. પોલીસ હોટેલ બુકિંગમાં સંડોવાયેલા બે લોકોને શોધી રહી છે. પોલીસે મંગળવારે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. આ સાથે બેંગકોક પોલીસ મૃતકના રૂમમાંથી મળેલી વસ્તુઓ અને સામાનની પણ તપાસ કરી રહી છે. અમેરિકાએ કહ્યું- અમે ઘટના પર નજર રાખી રહ્યા છીએ
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, અમને બેંગકોકમાં બે અમેરિકન નાગરિકોના મોતના સમાચાર મળ્યા છે. અમે ઘટના પર નજર રાખી રહ્યા છીએ. માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image