એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બેદરકારી:મુસાફરના ભોજનમાંથી નીકળી બ્લેડ, પેસેન્જરે કહ્યું- સદનસીબે હું ઠીક છું; એરલાઇને માફી માગી - At This Time

એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બેદરકારી:મુસાફરના ભોજનમાંથી નીકળી બ્લેડ, પેસેન્જરે કહ્યું- સદનસીબે હું ઠીક છું; એરલાઇને માફી માગી


એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરના ભોજનમાંથી ધારદાર બ્લેડ મળી આવી હતી. મુસાફરે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી જણાવી હતી. આ પોસ્ટ પછી એર ઈન્ડિયાએ રવિવારે એક નિવેદન જારી કરીને એ હકીકતને સ્વીકારી કે પેસેન્જરના ભોજનમાં મેટલ બ્લેડ મળી આવી હતી અને માફી પણ માગી હતી. શક્કરિયાં અને અંજીર ચાટમાં બ્લેડ નીકળી
ખરેખરમાં મેથુરેસ પોલ નામનો મુસાફર એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહ્યો હતો. મેથુરેસ પોલે 10 જૂને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભોજનમાં મળેલી બ્લેડના બે ફોટા શેર કર્યા છે. મેથુરેસ પૉલે ફોટો શેર કર્યો અને પોસ્ટમાં લખ્યું, 'એર ઈન્ડિયાનું ફૂડ છરીની જેમ કાપી શકે છે. શક્કરિયાં અને અંજીર ચાટમાંથી મેટલનો ટુકડો નીકળ્યો હતો, જે બ્લેડ જેવો દેખાતો હતો. થોડી સેકન્ડો માટે મેં ખોરાક ચાવ્યો પછી જ મને આ સમજાયું. જોકે સદનસીબે મને કોઈ ઈજા થઈ નથી. આનો દોષ સંપૂર્ણપણે એર ઈન્ડિયાની કેટરિંગ સેવાનો છે. જો કોઈ બાળકને પીરસવામાં આવેલા ફૂડમાં ધાતુનો ટુકડો નીકળ્યો હોય તો શું થયું હોત? પ્રથમ ફોટામાં મેટલનો ટુકડો બતાવ્યો છે, જે મેં થૂંકી દીધો હતો અને બીજો ફોટામાં મને પીરસવામાં આવેલા ભોજન બતાવાયું છે. એર ઈન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપિરિયન્સ અધિકારીએ માફી માગી
પેસેન્જરની આ પોસ્ટ પછી 16 જૂનના રોજ એર ઈન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપિરિયન્સ અધિકારી રાજેશ ડોગરાએ કહ્યું, 'ડિયર મિસ્ટર પોલ, અમને આ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. આ એ સર્વિસના લેવલને પ્રતિબિંબિત કરતું નથી, જે અમે અમારા પેસેન્જરોને આપવા માગીએ છીએ. કૃપા કરીને તમારા સીટ નંબર સાથે તમારી બુકિંગ વિગતો અમને DM (મેસેજ) કરો. અમે સુનિશ્ચિત કરીશું કે આ બાબતની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે. અમે આવી ઘટનાઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે
એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે કે અમારી એક ફ્લાઈટમાં સવાર એક યાત્રીના ખોરાકમાં વિદેશી વસ્તુ મળી આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે એ અમારા કેટરિંગ પાર્ટનરની ફેસિલિટી પર વપરાતા વેજિટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી આવ્યું હતું. અમે અમારા કેટરિંગ પાર્ટનર્સ સાથે મળીને કામ કર્યું છે, જેથી આવી કોઈપણ ઘટનાઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે, "જેમાં પ્રોસેસરને ઘણી વખત તપાસ કરવાનો સમાવેશ થાય છે, ખાસ કરીને કોઈપણ કડક શાકભાજી કાપ્યા બાદ." આ સમાચાર પણ વાંચો... અમૂલ આઈસક્રીમમાં કાનખજૂરો નીકળવાનો મામલો: કંપનીએ તપાસ માટે આઈસસ્ક્રીમ બોક્સ પાછું માગ્યું, ઘટના નોઈડાની છે નોઈડામાં અમૂલ આઈસસ્ક્રીમમાં કાનખજૂરો મળી આવવાના મુદ્દે કંપનીનું નિવેદન આપ્યું છે. સોમવારે (17 જૂન) અમૂલે ગ્રાહકને આઈસસ્ક્રીમ બોક્સ પરત કરવા કહ્યું છે, જેમાંથી કાનખજૂરો નીકળ્યો હતો. કંપનીનું કહેવું કે તે આ મામલે સંપૂર્ણ તપાસ કરવા માગે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.