બાળકો પેદા થવાને મનુષ્ય સાથે નહીં અલ્લાહ સાથે સંબંધ : શફીકુર્રહમાન - At This Time

બાળકો પેદા થવાને મનુષ્ય સાથે નહીં અલ્લાહ સાથે સંબંધ : શફીકુર્રહમાન


- વસ્તી વધારાને અટકાવતા કાયદાનો સપા સાંસદે વિરોધ કર્યો- અલ્લાહ બાળકને તેના ભોજનની વ્યવસ્થા કરીને જ આ દુનિયામાં મોકલતા હોવાનો સાંસદનો દાવો- વસ્તી વિસ્ફોટને કોઇ પણ ધર્મ કે જાતિ સાથે ન જોડો, આ સમગ્ર દેશની સમસ્યા છે : પૂર્વ મંત્રી નકવીનો યોગીને જવાબનવી દિલ્હી : ભારત વસ્તી મુદ્દે વિશ્વમાં પ્રથમ ક્રમે આવી જશે, આ સ્થિતિ વચ્ચે દેશમાં વસ્તી વિસ્ફોટને અટકાવવા માટે કાયદો ઘડવાની માગ ઉઠી રહી છે. જેનો સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્ક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે બાળકો પેદા કરવા તે મનુષ્ય સાથે નહીં અલ્લાહ સાથે જોડાયેલી બાબત છે. તેને ધર્મ કે જાતિના આધારે મનુષ્ય સાથે કઇ જ લેવાદેવા નથી.તેઓએ કહ્યું હતું કે અલ્લાહ બાળકો પેદા કરે છે ત્યારે તેના ખાવા પિવાની વ્યવસ્થા પણ કરી રાખે છે ને પછી જ તેને દુનિયામાં મોકલે છે. સોમવારે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસ્તી વધારાને અટકાવતો કાયદો ઘડવાની વાત કરી હતી. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સમાજમાં એક ચોક્કસ વર્ગની વસતી ઝડપથી વધી રહી છે. જેનાથી સમાજમાં અસમાનતા પેદા થાય છે. અને તેને અટકાવવા માટે કાયદો ઘડવો જરુરી છે. જોકે આ કાયદાનો સમાજવાદી પાર્ટીના સાંસદે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે બાળકો પેદા થવા તે આપણા નહીં અલ્લાહના હાથમાં છે. બીજી તરફ વસતી વધારાને કોઇ ધર્મ સાથે ન જોડવાની અપીલ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કરી હતી. નકવીએ કહ્યું હતું કે વસ્તી વિસ્ફોટ કોઇ ધર્મ નહીં પણ આ દેશની સમસ્યા છે. તેને કોઇ પણ ધર્મ કે જાતિ સાથે જોડવું યોગ્ય નથી. મુખ્તાર અબ્બાસ નકવીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે યોગી આદિત્યનાથે વસ્તી વધારાને અટકાવવા કાયદો ઘડવા અને વધારાને ચોક્કસ વર્ગ સાથે જોડીને પોતાની વાત કરી હતી.  મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે એ વાત બહુ જ સ્પષ્ટ છે કે વસ્તી વધારાને કોઇ ધર્મ સાથે લેવાદેવા નથી, આ સમગ્ર દેશની સમસ્યા છે તેથી તેને કોઇ જાતિ કે ધર્મ સાથે ન જોડી શકાય. નકવીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યંુ છે જ્યારે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમની પસંદગીની ચર્ચા ચાલી રહી છે. તેઓએ હાલમાં જ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.