બેક્ટેરિયા ખતરનાક બન્યા, દવાની અસર ઓસરી:સરકારના બે રિપોર્ટે મેડિકલ જગતને હચમચાવ્યું, ડોક્ટર અને દર્દીઓ બંને મુંઝાયા - At This Time

બેક્ટેરિયા ખતરનાક બન્યા, દવાની અસર ઓસરી:સરકારના બે રિપોર્ટે મેડિકલ જગતને હચમચાવ્યું, ડોક્ટર અને દર્દીઓ બંને મુંઝાયા


રિપોર્ટ-1 : ICMR એટલે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચનો એક રિપોર્ટ હમણાં આવ્યો. એમાં જણાવાયું છે કે બ્લડ ઈન્ફેક્શન, યુરીન ઈન્ફેક્શન, ટાઈફોઈડ જેવી બીમારીઓમાં હવેની એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી. આનો અર્થ એ થયો કે, બેક્ટેરિયાએ મ્યૂટેશન બદલ્યું છે. બેક્ટેરિયા વધારે ખતરનાક બની ગયા છે.
રિપોર્ટ-2: દેશની સૌથી મોટી ડ્રગ રેગ્યુલેટરી બોડી 'ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન' (CDSCO)એ એક લિસ્ટ જાહેર કરીને 53 જેટલી દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો. એમાં તાવની દવા પેરાસિટામોલ પણ છે અને બીજી કેટલીક એન્ટિબાયોટિક દવાઓ પણ છે. આ 53માંથી 5 દવાની કંપનીઓએ સ્પષ્ટતા કરી કે, તમે જે પ્રતિબંધ મૂક્યો છે તે અમારી દવા નથી. અમારા ભળતા નામે ડુપ્લીકેટ દવાઓ કોઈએ બનાવી છે ને વેચાય છે. આ સ્પષ્ટતા પછી કંપનીએ 48 દવાની યાદી જાહેર કરી. આ બે રિપોર્ટ આવ્યા બાદ લોકોના મનમાં મુંઝવણ એ છે કે આપણે શું કરવાનું? કોઈ બીમારી થાય તો એન્ટિબાયોટિક દવાઓ લેવાની કે નહીં? ખરેખર થયું છે શું? દવાઓ અસર કરતી કેમ બંધ થઈ ગઈ? 53 દવાઓ પર પ્રતિબંધ આવ્યો તેમાં 6 જેટલી દવાઓ એન્ટિબાયોટિક છે. એટલે સમજવું એ જરૂરી છે કે, આખરે આ રિપોર્ટના કારણે મુંઝવણ શું ઊભી થઈ છે? દવાઓ કામની નથી કહી કે ઈન્ફેક્શન વધી ગયાં છે? તો આ બંને રિપોર્ટનું તારણ નીચેના બે પોઈન્ટમાં જ સમજાઈ જશે.
1. શરીરમાં જે બેક્ટેરિયા ઘૂસે છે તે ખતરનાક બની ગયા છે.
2. દવાઓ નકલી એટલે કે સ્પુરિયસ (spurious) મળવા લાગી છે.
આ બંને વસ્તુ ભેગી થઈ છે એટલે એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી. કેન્દ્ર સરકારની ICMR અને CDSCO બંને એજન્સીઓના રિપોર્ટ એકબીજા સાથે સંકળાયેલા છે. આ આખી વાતને વિસ્તારથી અને સરળ ભાષામાં સમજવા અમે અમદાવાદના કન્સલટન્ટ MD ફિઝિશિયન ડો. તપન શાહ સાથે વાત કરી. સાથેસાથે જે દવાઓ બંધ થઈ ગઈ છે તેની પાછળના કારણો અને તારણો જાણવા અમે ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (FGSCDA)ના પ્રમુખ જસવંતભાઈ પટેલ સાથે વાત કરી. ડોક્ટર પાસે જતા 85 ટકા પેશન્ટ્સ એઝિથ્રોમાઈસિન નામની દવા લઈને જ જાય છે!
ફિઝિશિયન ડો. તપન શાહ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, આ ડોક્ટરો માટે સળગતો સવાલ થઈ ગયો છે. પેશન્ટને જે ઈન્ફેક્શન હોય ખાસ કરીને તાવ આવતો હોય તેમાં આજથી દસ વર્ષ પહેલાં જે દવા અક્સીર જણાતી હતી તે દવા હવે ઈફેક્ટ નથી કરતી. આને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સની સમસ્યા કહી શકાય. સવા સાદી ભાષામાં કહીએ તો, બેક્ટેરિયા હવે દવાથી ટેવાઈ ગયા છે. તેને અસર જ નથી થતી. આના કારણોમાં ત્રણ-ચાર મુદ્દાઓ છે. પેશન્ટનું એની જાતે દવા લઈ લેવી. જેમ કે કોઈ પેશન્ટને તાવ, શરદી, ખાંસી કે માથું દુ:ખે છે તો અમારી પાસે આવતા પેશન્ટ્સમાંથી 85 ટકા પેશન્ટ્સ પહેલેથી એઝિથ્રોમાઈસિન નામની દવા ખાઈને જ આવે છે. આવા ઈન્ફેક્શન 85થી 90 ટકા કેસમાં વાયરસના કારણે થતા હોય છે. દરેક લોકોએ આ બહુ સમજવા જેવો મુદ્દો છે કે એન્ટિબાયોટિક એ બેક્ટેરિયા સામે જ કામ કરી શકે. એ કોઈપણ જાતના વાયરસ, ફંગસ કે પેરાસાઈટ્સ સામે કામ કરી જ ન શકે. એન્ટિબાયોટિક્સ માત્ર ને માત્ર બેક્ટેરિયાનું ઈન્ફેક્શન પ્રૂવ થઈ રહ્યું હોય તેવા જ પેશન્ટ્સને આપો. બીજા પેશન્ટ્સમાં એ ઈફેક્ટ કરવાની જ નથી. ઉલટું, જેને એન્ટિબાયોટિકની જરૂર નથી ને તમે આપો છો તો એ દર્દીને સાઈડઈફેક્ટ કરવાની છે. ડોક્ટર પાસે જતા 85 ટકા પેશન્ટ્સ એઝિથ્રોમાઈસિન નામની દવા લઈને જ જાય છે!
આ ડોક્ટરો માટે સળગતો સવાલ થઈ ગયો છે. પેશન્ટને જે ઈન્ફેક્શન હોય ખાસ કરીને તાવ આવતો હોય તેમાં આજથી દસ વર્ષ પહેલાં જે દવા અક્સીર જણાતી હતી તે દવા હવે ઈફેક્ટ નથી કરતી. આને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સની સમસ્યા કહી શકાય. સવા સાદી ભાષામાં કહીએ તો, બેક્ટેરિયા હવે દવાથી ટેવાઈ ગયા છે. તેને અસર જ નથી થતી. આના કારણોમાં ત્રણ-ચાર મુદ્દાઓ છે. પેશન્ટનું એની જાતે દવા લઈ લેવી. જેમ કે કોઈ પેશન્ટને તાવ, શરદી, ખાંસી કે માથું દુ:ખે છે તો અમારી પાસે આવતા પેશન્ટ્સમાંથી 85 ટકા પેશન્ટ્સ પહેલેથી એઝિથ્રોમાઈસિન નામની દવા ખાઈને જ આવે છે. આવા ઈન્ફેક્શન 85થી 90 ટકા કેસમાં વાયરસના કારણે થતા હોય છે. દરેક લોકોએ આ બહુ સમજવા જેવો મુદ્દો છે કે એન્ટિબાયોટિક એ બેક્ટેરિયા સામે જ કામ કરી શકે. એ કોઈપણ જાતના વાયરસ, ફંગસ કે પેરાસાઈટ્સ સામે કામ કરી જ ન શકે. એન્ટિબાયોટિક્સ માત્ર ને માત્ર બેક્ટેરિયાનું ઈન્ફેક્શન પ્રૂવ થઈ રહ્યું હોય તેવા જ પેશન્ટ્સને આપો. બીજા પેશન્ટ્સમાં એ ઈફેક્ટ કરવાની જ નથી. ઉલટું, જેને એન્ટિબાયોટિકની જરૂર નથી ને તમે આપો છો તો એ દર્દીને સાઈડઈફેક્ટ કરવાની છે. તાવ આવે તો તરત દવા ન લેવી, તાવ આપણા શરીરને રક્ષણ આપવા માટે આવે છે
ડો. તપન શાહ વાત આગળ વધારતાં કહે છે, ડેવલપ કંટ્રીઝમાં જુઓ તો તમને તાવ આવતો હોય તો પહેલાં તો ટેલિફોનિક કન્સલટેશન જ હોય છે. કોઈ ડોક્ટરને મળવાની જરૂર જ નથી હોતી. આવા 85 ટકા કેસિસ વગર દવાએ પહેલા ત્રણ દિવસમાં સરખા થઈ જાય છે. મેઈન પ્રોબ્લેમ આપણી પબ્લિકમાં ધીરજના અભાવનો છે. તમે ઘણા બધા વેસ્ટર્ન કંટ્રીઝમાં જોશો તો ત્યાં પેરાસિટામોલ પણ નથી આપતા. કારણ કે તાવ આવે છે તે શું છે? તાવ આવે છે તેનો મતલબ એ કે તમારું શરીર વાયરસની સામે લડી રહ્યું છે એટલે તાવ આવે છે. તાવ આવવો એ શરીરનું એક પ્રકારનું પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. તાવ તમારા શરીરને રક્ષણ આપવા માટે આવે છે. એને તમે દાબી ના દેશો. છતાં ય એવું લાગે કે, દવા લેવી છે તો જાતે તો લેવી જ નહીં. ડોક્ટરને બતાવીને જ લેવી. દર્દી જાતે દવા લેતો હોય તો એને પોતાને ડોઝ ખબર નથી હોતો. ઘણીવાર વજન પ્રમાણે ડોઝ 500 મીલીગ્રામ થતો હોય અને લેતો હોય 250 મીલીગ્રામ. કોઈ વ્યક્તિમાં લેવાની જરૂર હોય પાંચ દિવસ અને એ બે દિવસ લઈને છોડી દેતો હોય. આ પ્રકારની જે ઘટના બને છે તેમાં જે બેક્ટેરિયા શરીરમાં બચી ગયા હોય તે રેઝિસ્ટન્સ બની જતા હોય છે. એટલે એ દવા સામે લડી શકે તેવા બની ગયા હોય છે. એવો દર્દી જો બીજાને સ્પ્રેડ કરે તો બીજા દર્દીને ડાયરેક્ટ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાનું જ ઈન્ફેક્શન થાય. એક તો, મેળે દવા લેવાનું બંધ કરવું. બીજું, જરૂર પડે તો ડોક્ટરને પૂછીને જ દવા લેવી. કારણ કે કેટલા ડોઝની અને કેટલા દિવસ માટે તમને દવાની જરૂર છે એ ડોક્ટર જ જાણી શકે. વિદેશમાં દર બે વર્ષે ડોક્ટર્સની એક્ઝામ લેવાય છે, ભારતમાં ડોક્ટરોએ અપગ્રેડ થતાં રહેવું જોઈએ
ડો. શાહ જણાવે છે, આનો બીજો પણ એંગલ છે. જે ડોક્ટર્સ દવા પ્રિસ્ક્રાઈબ કરે છે તેમના માટે પણ એક મેસેજ છે કે, જે પ્રકારના ઈન્ફેક્શનમાં, જે પ્રકારની ઈફેક્ટિવ હોય તેવી જ દવા પ્રિસ્ક્રાઈબ કરવી. જેમ કે, તમે કોઈ દર્દીને તપાસો છો, તમને એવું લાગે કે આ વાયરલ ઈન્ફેક્શન છે અને તેમાં એન્ટિબાયોટિકની જરૂર જ નથી તો એમાં એન્ટિબાયોટિક પ્રિસ્ક્રાઈબ કરવી જ નહીં. ધારો કે, ડોકટર્સને એમ લાગે કે, આને બેક્ટેરિયાનું ઈન્ફેક્શન છે તો એ બેક્ટેરિયાની કોમન ટેન્ડેન્સી કઈ કઈ એન્ટિબોયોટિક્સને રિસ્પોન્સ આપવાની છે, એ પ્રમાણે જ દવા આપવી. જેમ કે, એન્ટિબેક્ટેરિયલ દવા છે તો તેના બે પ્રકાર હોય. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. અમુક એન્ટિબાયોટિક્સ ગ્રામ પોઝિટિવમાં અસર કરતી હોય, અમુક એન્ટિબાયોટિક્સ ગ્રામ નેગેટિવમાં અસર કરતી હોય. ગ્રામ પોઝિટિવનું ઈન્ફેક્શન તમે મોટાભાગે જુઓ તો અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે નાક-ગળામાં તેમજ સ્કીન અને સોફ્ટ ટિશ્યૂ એ બધામાં થતું હોય. એવું ઈન્ફેક્શન લઈને કોઈ દર્દી આવે છે તો તેને ગ્રામ પોઝિટિવ સામે કામ કરે તેવી જ એન્ટિબાયોટિક્સ આપવી. ગ્રામ નેટેટિવ પેટમાં, આંતરડાંમાં કે યુરિનમાં ઈન્ફેક્શન કરતા હોય તો કોઈ એવું ઈન્ફેક્શન લઈને આવે તો જે ગ્રામ નેગેટિવમાં કામ કરતી હોય એવી જ એન્ટિબોયોટિક્સ આપવી. ડોક્ટરો પણ પિરિયોડિકલી પોતાનું જ્ઞાન અપગ્રેડ કરતા હોય... જેમ કે તમે ડેવલપ કંટ્રીઝમાં જુઓ તો દરેક ડોક્ટરે દર એક કે ત્રણ વર્ષે લાયસન્સ માટેની એક્ઝામ આપવી પડતી હોય છે. એનો ફાયદો એ થાય કે, ડોક્ટરનું જ્ઞાન પણ પોલિશ્ડ થતું હોય. ડોક્ટરને પણ દર વર્ષે અપડેટ થવાની અને માહિતગાર રહેવાની જરૂર પડતી હોય છે. ભારતમાં એવું નથી. ભારતમાં એકવાર ડોક્ટરનું લાયસન્સ આવી ગયું એટલે વાત પૂરી. દર વર્ષે વચ્ચે વચ્ચે કોઈ પરીક્ષા આપવાની નથી. આવી સિસ્ટમ જો ભારતમાં આવે તો આવકારદાયક પગલું થઈ જાય. જેમાં ડોક્ટર પણ પોતાનું જ્ઞાન પિરિયોડિકલી અપગ્રેડ કરતા રહે. આ બેક્ટેરિયા એવાં ઈન્ફેક્શન લગાડશે કે સરેન્ડર થયા સિવાય છૂટકો જ નહીં રહે
MD ફિઝિશિયન ડોક્ટર તપન શાહ કહે છે, એન્ટિબાયોટિક રેઝીટસન્સની વાત કરીએ તો ટાઈફોઈડ નામનું ઈન્ફેક્શન છેલ્લા સો વર્ષોથી આપણે ત્યાં થાય છે. તેમાં શરૂઆતમાં જે દવાઓ કામ કરતી હતી તે દવાઓ હવે કામ કરતી જ નથી. એટલે ઘણા પેશન્ટ્સને ફરજિયાત એડમિટ કરવા પડે છે. એડમિટ કર્યા પછી પણ હેવી એન્ટિબાયોટિક આપવા પડે છે. એટલે તેમાં કોમ્બિનેશન હોય. પહેલાં સિંગલ એન્ટિબાયોટિકથી પતતું હતું તે હવે બબ્બે, ત્રણ-ત્રણ એન્ટિબાયોટિક એકસાથે આપવા પડે છે. તો જ ટાઈફોઈડના કેસમાં તાવ ઉતારવામાં સફળતા મળે છે. એ જ રીતે જે લોકો વેન્ટિલેટર પર હોય તેને ન્યૂમોનિયા થાય. એમાં પણ અમારે મલ્ટીપલ એન્ટિબાયોટિક્સ આપવાં પડે છે. આ એન્ટિબોયોટિક રેઝિસટન્સ એ સળગતો સવાલ છે. જેમ માણસો સ્માર્ટ થઈ રહ્યા છે તેમ બેક્ટેરિયા પણ સ્માર્ટ થઈ રહ્યા છે. એક સમય એવો આવશે કે, આ બેક્ટેરિયાઓ અત્યારની અવેલેબલ તમામ દવાઓથી રેઝિટસન્સ થઈ જશે. પછી એવું કોઈ ઈન્ફેક્શન લાગશે કે આપણી પાસે તેને સરેન્ડર થયા સિવાય કોઈ છૂટકો જ નહીં રહે. દવા સામે લડી શકે તેવા બેક્ટેરિયાનો ચેપ લાગૂ પડે તો બહુ ખરાબ
બેક્ટેરિયાનું ઈન્ફેક્શન કોઈ માણસને એટમોસ્ફીયરમાંથી લાગે છે. કુદરતે આપણને નોર્મલ બેક્ટેરિયાના ફ્લોરા આપેલા છે. ઘણીવાર હેલ્ધી ખોરાક ન ખવાતો હોય કે બહારના કોઈ બેક્ટેરિયાનું ઈન્ફેક્શન થાય તે આપણા શરીરના સારા રક્ષણ કરનારા (પ્રોટેક્ટિવ) બેક્ટેરિયા છે તેને મારી નાંખે છે. માની લો કે કોઈ માણસના શરીરમાં બહારથી 100 બેક્ટેરિયા ઘૂસ્યા છે. તમે એને દવા આપો છો પણ દર્દી અપૂરતા પ્રમાણમાં દવા લે છે. એટલે દવા મેળે બંધ કરી દે છે. એને એમ થાય છે કે, હવે તો મટી ગયું છે. તો એના 100માંથી 70 બેક્ટેરિયા મરી ગયા છે. પણ બાકીના 30 બેક્ટેરિયા બચી ગયા છે. દર્દીએ દવા તો જાતે બંધ કરી દીધી છે તો એ 30 બેક્ટેરિયા રેઝિસ્ટન્સ થઈ જશે. એટલે દવા સામે લડી શકે તેવા મજબૂત થઈ ગયા હશે. પછી એનામાંથી જ્યારે બીજા દર્દીને ઈન્ફેક્શન લાગવાનું હશે ત્યારે રેઝિસ્ટન્સ બેક્ટેરિયાનું ઈન્ફેક્શન લાગ્યું હશે. પહેલા માણસે જો કોર્સ પૂરો કર્યો હોત તો તેની પાછળ પાછળ બીજાને ઈન્ફેક્શન લાગવાની શક્યતા જ ન રહે અને જેને ઈન્ફેક્શન લાગ્યું તેને રેઝિસ્ટન્સ બેક્ટેરિયાનું ઈન્ફેક્શન ન લાગ્યું હોત. આપણા શરીરમાં જેટલા બેક્ટેરિયા ઘૂસ્યા છે તેને મારવા પ્રોપર પ્રમાણમાં ડોઝ લો અને તે 100 ટકા મરી ગયા હશે તો આ ચેઈન આગળ વધતાં અટકી જશે. હવે તો ઓલ ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા અમે જોઈએ છીએ
સંગિની હોસ્પિટલના ફિઝિશિયન ડો. તપન શાહનું કહેવું છે કે, આ સવાલ આપણા દેશમાં ટીબીમાં બહુ થઈ ગયો છે. ટ્યુબરક્યુલોસિસમાં તમે જુઓ તો દવાનો કોર્સ લાંબો ચાલે. લાંબો એટલે 6 મહિના, 9 મહિના, 12 મહિના, અમુકમાં તો બે વર્ષ. એવામાં દર્દીને શરૂઆતના સ્ટેજના સિમટમ્સમાં થોડો ફાયદો દેખાય એટલે દર્દીઓ એવું માની લે છે કે, હવે મને ઈન્ફેક્શન નથી એટલે ડોક્ટર તો ખાલી-ખાલી દવા આપે છે. મને દવાની જરૂર નથી. એવા કેસમાં મલ્ટીડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા અને હવે તો ઓલ ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા અમે જોઈએ છીએ. અમને ખબર પડે કે દર્દીને ટીબી છે, પછી એક-બે આપીએ તો ઈફેક્ટિવ જ ન હોય. આના માટે સરકારે પણ ગાઈડ લાઈન કાઢવાની જરૂર છે એન્ટિબાયોટિક દવાઓ કોણ પ્રિસ્ક્રાઈબ કરી શકે, કેવા કેસમાં પ્રિસ્ક્રાઈબ કરી શકે અને મિનિમમ કેટલા ડ્યુરેશન માટે પ્રિસ્ક્રાઈબ કરી શકે. બેક્ટેરિયાનું ઈન્ફેક્શન લાગવાની નવી પેટર્ન- હોસ્પિટલ એક્વાયર ઈન્ફેક્શન
ડો. શાહ જણાવે છે કે, અત્યારે હોસ્પિટલ એક્વાયર ઈન્ફેક્શન વધારે જોવા મળે છે. જેમ કે કોઈ દર્દી બીજી બીમારી માટે બતાવવા આવ્યા હોય ને કારણ બીજું જ હોય. માની લો કે કોઈને હાર્ટએટેક આવ્યો છે. હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિ કરવા જાવ છો. ઘરેથી તો તમે કોઈ ઈન્ફેક્શન લઈને આવ્યા નથી. તો હોસ્પિટલ એક્વાયર ઈન્ફેક્શન છે તેનો આજકાલ બહુ પ્રશ્ન થઈ ગયો છે. હોસ્પિટલ એક્વાયર ઈન્ફેક્શન હોય તે જ મલ્ટીડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાના ઈન્ફેક્શન હોય. ઘણાને ઓપરેશન કર્યું હોય ને એમાંથી ઈન્ફેક્શન લાગી ગયું હોય. કોઈને કીડનીમાં પથરી હોય ને ઓપરેશન કર્યું હોય, ભલે એન્ડોસ્કોપીથી કર્યું હોય તો એમાં પણ ઈન્ફેક્શન લાગી જતું હોય. એમાં હોસ્પિટલમાં સાધનો વપરાતા હોય એની સ્ટરિલાઈઝેશન ટેકનિકમાં ક્યારેક ખામી રહી જતી હોય તેના કારણે થતાં હોય છે. એના માટે હોસ્પિટલમાં કઈ ટાઈપના એન્ટિબાયોટિક વાપરવા અને કઈ ટાઈપનું સ્ટરીલાઈઝેશન કરવું, તેની પોલિસી બનાવી રહ્યા છીએ. ઓપરેશનના સાધનને એન્ટિસેપ્ટિક મટીરિયલમાં રાખવાનું હોય તેની ટાઈમ લાઈન વધારી રહ્યા છીએ. પહેલાં કોઈ સાધન દર્દીમાં વપરાયું હોય તેને અમે સ્ટરીલાઈઝેશનમાં એક કલાક રાખતા, હવે બે કલાક રાખીએ છીએ. ડ્રેસિંગમાં જે મટીરિયલ વપરાતું હોય તેને બેક્ટેરિયા ફ્રી કરવા ઓટોક્લેવ કરવાનું હોય. તેની ટેકનિક પણ સુધારી રહ્યા છીએ. બેક્ટેરિયા એટલા ખતરનાક બની ગયા છે કે, કાકડામાં સીધું પસ જ થઈ જાય છે!
ડો. તપન શાહનું કહેવું છે કે, ટ્યુબરક્યુલોસિસના બે પ્રકાર હોય. ટિપિકલ અને એ-ટિપિકલ. તો એ-ટિપિકલ પ્રકારના ઈન્ફેક્શન આજકાલ બહુ જોવા મળે છે. જે ખાસ કરીને હોસ્પિટલમાંથી લાગી જતા હોય તેવા કેસ પણ આવે છે. કોઈ સાધન પ્રોપર સ્ટરીલાઈઝ ન કર્યું હોય અને તેમાંથી ઈન્ફેક્શન લાગી જાય તેવા કેસ પણ અમે જોઈ રહ્યા છીએ. કીડનીના, યુરીનના ઓપરેશન કરીએ તેમાંથી ઈન્ફેક્શન થઈ જાય તો પાછળથી આ પ્રકારનું ટ્યુબરક્યુલોસિસ થઈ જાય છે. કાકડાના કેસની વાત કરીએ કે જેને તાવ-શરદી-ખાંસી હોય ને ગળામાં કાકડા દુ:ખતા હોય ને અમારી પાસે પેશન્ટ આવે તો કાકડામાં સીધું પસ થઈ જતું હોય તેવા કેસ અમે જોઈએ છીએ. ટાઈફોઈડની મેં અગાઉ વાત કરી તેમ મલ્ટીડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા હોય તેવા ઈન્ફેક્શન જોઈ રહ્યા છીએ. ટીબીમાં પણ આ પ્રકારના મલ્ટીડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાના કેસ વધારે જોઈ રહ્યા છીએ. આ બધી ખબર ત્યારે પડે જ્યારે કલ્ચરનો ટેસ્ટ કરાવીએ. ટીબીમાં કલ્ચરનો ટેસ્ટ આવતાં આવતાં લગભગ 6થી 8 અઠવાડિયાં થઈ જાય છે. એટલે કોઈ દર્દીને ટીબી હોય ને દવા અસર ન કરતી હોય તો બે મહિને ખબર પડે કે આને કઈ કઈ દવાઓ ઈફેક્ટિવ છે. ભારતમાં ટીબી ઉછળે છે, ભારત સરકારે એક દવા માત્ર ટીબી માટે રિઝર્વ રાખી
ભારત સરકારે હવે ફ્લોરોક્વિનોલોન નામની દવાઓ માત્ર ને માત્ર ટીબી માટે રિઝર્વ રાખી છે. એટલા બધા મલ્ટીડ્રગ રેઝિસ્ટન્સ ટીબીના કેસ વધી રહ્યા છે સરકારે આ દવાને બીજા કોઈ કેસમાં જ વાપરવા પર પાબંધી મૂકી દીધી છે. જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ ટેકનોલોજી બદલાઈ રહી છે. બેક્ટેરિયા પણ હોંશિયાર ને સ્માર્ટ થઈ રહ્યા છે. માણસે એન્ટિબાયોટિક દવાઓનો બહુ જ જ્યુડિશિયસ અને રેશનલ યુઝ કરવો પડશે. એટલે સમજી વિચારીને દવાઓ લેવી પડશે. જેથી આવનારા 15-20 વર્ષ સુધી દવાઓ આપણી પાસે અસરકારક રહે તે રીતે યુઝ કરી શકીએ. હવે બીજા રિપોર્ટની વાત... પહેલાં શું બન્યું તે વાંચો...
પેરાસીટામોલ સહિત 48 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેઈલ ગઈ છે. વિટામિન્સ, શુગર અને બ્લડ પ્રેશરની દવાઓ ઉપરાંત એન્ટિબાયોટિક્સ પણ સામેલ છે. દેશની સૌથી મોટી ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ તેની યાદી બહાર પાડી છે. CDSCOની યાદીમાં કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લીમેન્ટ્સ, ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓનો સમાવેશ થાય છે. પેટના ઈન્ફેક્શન માટે આપવામાં આવતી દવા મેટ્રોનીડાઝોલ જે હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ બનાવે છે, તે પણ આ ટેસ્ટમાં ફેઈલ ગઈ છે. CDSCOએ 53 દવાઓની ક્વોલિટીની ચકાસણી કરી હતી, તેમાંથી 48 દવાઓની યાદી બહાર પાડી હતી. કારણ કે 53માંથી 5 દવા બનાવતી કંપનીઓએ કહ્યું કે, આ તેમની દવાઓ નથી. અમારા ભળતા નામથી કોઈ બારોબાર દવાઓ વેચે છે. તેમના નામે નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે. આ પછી તેને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી હતી. આ નકલી દવાઓ આવી ક્યાંથી? શું છે તેનું સત્ય? પ્રતિબંધ મૂક્યો તે 48 દવાઓનું લિસ્ટ વાંચવા અહીં ક્લિક કરો ગુજરાતમાં દવા માફિયાથી ચેતો, ડિસ્કાઉન્ટની લાલચમાં ન પડો: FGSCDA પ્રમુખ
આ અંગે ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (FGSCDA)ના પ્રમુખ જસવંતભાઈ પટેલે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં કહ્યું કે, ડ્રગ ગાઈડલાઈન મુજબ સરકારે અમારો માર્જિન ફ્કિસ કરેલો છે. કંટ્રોલ કેગેગરીમાં હોલસેલ માર્જિન 8 ટકા, 16 ટકા રિટેઈલમ માર્જિન છે. ડી-કંટ્રોલ કેટેગરીમાં 10 ટકા અને 20 ટકા છે. સરકારે અગાઉ હિમાચલ બાજુ જે ફેકટરીઓ ખોલવા છૂટ આપી હતી અને ટેક્સના બેનીફિટ આપ્યા હતા તે ફેકટરીઓ આજે બંધ હાલતમાં છે અને તેની અંદર ગોરખધંધા ચાલે છે. ભારતમાં 30 જેવી કંપનીઓ તો એવી છે જે બે-બે ત્રણ-ત્રણ દવાઓનું કોમ્બિનેશન કરીને નકલી (સ્પૂરિયસ) દવા બનાવીને ભારતના 20-25 મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા વેચાણ કરવામાં આવે છે. અમારો માર્જિન 8 ટકા છે ત્યાં 14 ટકા અને 16 ટકા છે ત્યાં 18-18 ટકા માર્જિન આપીને વેચે છે. યુપી-દિલ્હી વચ્ચે આગ્રા નજીક બે દિવસ પહેલાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પકડાઈ. ગુજરાતમાં પણ આવા 10થી 12 ડિસ્ટ્રીબ્યુટર્સ છે કે જે આવો માલ મિક્સ કરે છે. જે ડિસ્ટ્રીબ્યુટર તરીકે કંપનીના ઓથોરાઈઝ્ડ સ્ટોકિસ્ટ નથી. છતાં ઓથોરાઈઝ્ડ સ્ટોકિસ્ટ કરતાં વધારે ડિસ્કાઉન્ટ આપીને માર્કેટને ડહોળવાનો પ્રયાસ કરે છે. લોકોને એમ હોય છે કે આ સસ્તું મળે છે. પણ સસ્તું એટલું સોનું નથી હોતું. ગ્રાહકોને વિનંતી કરું છું કે જ્યાં ડિસ્કાઉન્ટની ઓફર હોય ત્યાંથી ખરીદવાથી ચેતવું જોઈએ. દવાની બાબતમાં આ દેશના કાયદા કડક કરવાની જરૂર છે. આ તો આપણી લાચારી છે કે, કાયદા કડક નથી થઈ શકતા. અમારા બે-ચાર ટકા વેપારીઓ જે જોડાયેલા છે તેને અમે ઉઘાડા જ કરીએ છીએ. અમે ડિપાર્ટમેન્ટને માહિતી આપીએ છીએ. જે આવા ખોટા માલ મિક્સ કરે છે. બીજા રાજ્યોમાંથી દવા લાવે છે. અહીંયા મિક્સ કરીને વેચે છે. દિલ્હીના ભગીરથ પેલેસમાં તો નકલી દવાઓ કિલોના ભાવે મળે છે. આવા ડિસ્ટ્રીબ્યુટરોને ઉઘાડા પાડીને સીબીઆઈ જેવી એજન્સીઓએ દરોડા પાડવા જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.