ખેતરમાં ખાડો ખોદી સંતાડી રખાયેલો દારૃ- બિયરનો જથ્થો ઝડપી લેવાયો
ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામનાપેથાપુર પોલીસ બાતમીના આધારે દરોડો પાડી ૨.૬૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યોગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામની સીમમાં ખેતરમાં ખાડો
ખોદીને સંતાડી રખાયેલા વિદેશી દારૃ અને બીયરના મોટા જથ્થાને પેથાપુર પોલીસે
બાતમીના આધારે ઝડપી લીધો છે. જોકે દારૃ સંતાડનાર શખ્સ પોલીસના હાથમાં આવ્યો નહોતો.
હાલ પોલીસે ૨.૬૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી
હતી કે વાસણ ગામની સીમમાં વિહોલ બોરની પાસે ખેતરમાં રહેતા નિતેશસિંહ જસૂજી વિહોલ
દ્વારા ખેતરની બાજુમાં ખરાબાની જગ્યામાં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો સંતાડવામાં
આવ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ તેના ઘરે પહોંચી હતી પરંતુ નિતેશસિંહ હાથમાં
આવ્યો નહોતો. પોલીસે ખેતરની બાજુમાં ખરાબામાં જગ્યા ઉપર તપાસ કરતા મિણીયા નીચે
ખાડામાંથી વિદેશી દારૃની ૩૫૮ અને બીયરની ૫૨૮ બોટલ મળી આવી હતી. પોલીસે ૨.૬૪ લાખ
રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને નિતેશસિંહની શોધખોળ શરૃ કરી છે. તેના પકડાયા બાદ જ
માલુમ પડશે કે આ દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને કોને આપવાનો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.