ડૉક્ટર પર રેપ-હત્યા પહેલાં આરોપીએ દારૂ પીધો હતો:પછી ઘરે જઈને સૂઈ ગયો, કપડાં ધોઈને પુરાવાનો નાશ કર્યો; આજે દેશભરમાં ડૉક્ટરોની હડતાળ
કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર રેપ અને હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપી સંજયે 8 ઓગસ્ટની રાત્રે ઘટના પહેલા દારૂ પીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, આરોપી સંજયના ફોનમાં ઘણા પોર્ન વીડિયો જોવા મળ્યા હતા. દારૂ પીવાની સાથે તે પોર્ન વીડિયો પણ જોતો હતો. પોલીસે જણાવ્યું કે 8 ઓગસ્ટની રાત્રે રેપ કર્યા બાદ આરોપી તેના ઘરે ગયો અને સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો, ત્યારે તેણે સૌથી પહેલું કામ પુરાવા નાશ કરવા માટે તેના કપડાં ધોઈ નાંખ્યા હતા. જો કે, પૂછપરછ દરમિયાન પોલીસને તેના જૂતા પર લોહીના ડાઘા મળ્યા હતા. આ તરફ, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA), રેસિડેન્ટ ડોક્ટરોના સંગઠને જાહેરાત કરી છે કે આજથી એટલે કે 12 ઓગસ્ટથી સમગ્ર દેશભરમાં હડતાળ કરવામાં આવશે. દિલ્હીની મોટી સરકારી હોસ્પિટલોમાં તમામ વૈકલ્પિક સેવાઓ આજથી અનિશ્ચિત સમય માટે બંધ રહેશે.રવિવારે હડતાળની જાહેરાત કરતા ડોક્ટરોએ કહ્યું કે આ મામલે તાત્કાલિક પગલાં લેવા અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાની માગણી માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ડોક્ટરોની માંગ છે કે આ ઘટનાની પારદર્શક તપાસ થવી જોઈએ અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે. દેશભરમાં હડતાલ અને દેખાવોની તસવીરો... સમગ્ર દેશમાં પ્રદર્શન સંબંધિત અપડેટ્સ ટ્રેઇની ડોક્ટરના પ્રાઇવેટ પાર્ટ, આંખમાંથી લોહી નીકળતું હતું, સમગ્ર ઘટનાને 7 મુદ્દામાં સમજો સંજય બ્લુટુથ ઈયરફોનથી ઝડપાયો
પોલીસના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટની સવારે ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ હોસ્પિટલના સેમિનાર હોલમાં મળ્યો હતો. ઘટનાસ્થળેથી બ્લૂટૂથ ઈયરફોન પણ મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપી સંજય સવારે 4 વાગે સેમિનાર હોલમાં અંદર જતો જોવા મળ્યો હતો.આ દરમિયાન તેણે કાનમાં ઈયરફોન પહેર્યા હતા. થોડા સમય પછી જ્યારે તે હોલમાંથી બહાર આવ્યો તો તેની પાસે ઈયરફોન નહોતા. આ પછી સંજય સહિત કેટલાક શકમંદોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.પોલીસે ઘટના સ્થળેથી મળેલા ઈયરફોનને તમામ શકમંદોના ફોન સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. સંજયના ફોન સાથે ઈયરફોન કનેક્ટ થઈ ગયો. પૂછપરછ દરમિયાન સંજયે રેપ અને હત્યાની કબૂલાત કરી હતી.પોલીસને મદદ કરવા સંજય હોસ્પિટલમાં સિવિક વોલેન્ટિયર તરીકે કામ કરતો હતો. તે હોસ્પિટલના મોટાભાગના વિભાગોમાં આવતો- જતો હતો. પોલીસે 9 ઓગસ્ટે જ તેની ધરપકડ કરી હતી.ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ આરોપીએ ચાર વખત લગ્ન કર્યા હતા. સંજયના ખરાબ વર્તનને કારણે 3 પત્નીઓએ તેને છોડી દીધો છે. ચોથી પત્નીનું કેન્સરને કારણે ગયા વર્ષે મોત થયું હતું. રાજ્ય સરકારે કોલેજમાં નવા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની નિમણૂક કરી છે
પશ્ચિમ બંગાળ સરકારે પ્રોફેસર ડૉ.બુલબુલ મુખોપાધ્યાયને આર.જી.કર મેડિકલ કોલેજના નવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને વાઇસ-પ્રિન્સિપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડૉ.મુખોપાધ્યાય હાલમાં કોલેજમાં ફિઝિયોલોજીના પ્રોફેસર છે. તેઓ પૂર્વ મોડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને વાઇસ-પ્રિન્સિપાલનું પદ સંભાળ્યું છે, જેઓને રવિવારે સસ્પેન્ડ કર્યા પછી કલકત્તા નેશનલ મેડિકલ કોલેજમાં ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકે બદલી કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચો... દિલ્હી મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર છે, NCRB-2022 રિપોર્ટ દાવો કરે છે - અહીં એક દિવસમાં 3 બળાત્કાર થયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) એ રવિવારે (3 ડિસેમ્બર) ના રોજ 2022 માટેનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર છે. અહીં 2022માં એક જ દિવસમાં બળાત્કારના 3 કેસ નોંધાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.