ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગના ચોથા માળેથી આરોપી કાપડ દલાલે મોતની છલાંગ લગાવી
સુરતમુખ્ય બિલ્ડીંગના 9 મા માળે કોર્ટમાંથી નીકળ્યા બાદ સીધા જેલ કસ્ટડીમાં લઇ જવાને બદલે ભરત તાલીયાને બાજુની બિલ્ડીંગમાં ચોથા માળે લઇ જવાયો હતોસલાબતપુરા
પોલીસે ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે ઉધાર કાપડની ખરીદીના પેમેન્ટના મુદ્દે ઠગાઈના
કારસા બદલ અગાઉ બે ગુનામાં ઝડપ્યા બાદ જામીન મુક્ત આરોપી કાપડ દલાલને ત્રીજા ગુનામાં
રિમાન્ડ મેળવ્યા બાદ કોર્ટે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલતા આજે મોડી સાંજે 4કલાકે આરોપીએ
કોઈ અગમ્ય કારણોસર ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી મોતને
વ્હાલું કરી લેતા કોર્ટ સંકુલમાં ચકચાર મચી જવા પામી હતી.બમરોલી
રોડ સ્થિત આત્માનંદ તથા એસ.કે.નગર ઈન્ડસ્ટ્રીયલ વિભાગમાં માધવ ટેક્ષટાઈલ નિલમ
ફેબ્રિક્સ, જીનલ ફેબ્રિક્સ સહિત અન્ય પેઢીઓના નામે વિસ્કોઝ કાપડના ઉત્પાદન વેચાણ કરતા ફરિયાદી પિયુષ
ડાહ્યાભાઈ બારોડોલીયા(રે.સંત તુકારામ સોસાયટી,ઘોડદોડ રોડ)એ
ગઈ તા. 7મી જુલાઈના રોજ સલાબતપુરા પોલીસમાં રીંગરોડ કોહીનુર માર્કેટ સ્થિત ખુશાલ
ઈમ્પેક્ષના આરોપી સંચાલક ગીરીશ ગુલાબસિંગ પારેખ(રે.આકાશ ગંગા એપાર્ટમેન્ટ,ભટારરોડ) તથા કાપડ દલાલ ભરતકુમાર જયકિશનદાસ તાલીયા(રે.સિધ્ધી શેરી,સલાબતપુરા) વિરુધ્ધ ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.જે
મુજબ આરોપી સંચાલક તથા કાપડ દલાલે ફરિયાદી પાસેથી સપ્ટેમ્બર-2021 થી ઓક્ટોબર-2021 દરમિયાન ખુશાલ ઈમ્પેક્ષના આરોપી સંચાલક ગીરીશ પારેખ તથા દલાલ ભરતકુમાર તાલીયાએ કુલ રૃ.15.19 લાખનો
માલ ખરીદીને પેમેન્ટ આપવાને બદલે દુકાન તથા ફોન બંધ કરીને ગુનાઈત ઠગાઈના કારસો રચ્યો
હોવાનો આક્ષેપ મુક્યો હતો.આ
ગુનામાં બંને આરોપીઓની સલાબતપુરા પોલીસે ધરપકડ કરીને ઈન્ચાર્જ કોર્ટમાંથી ગત
રવિવારે ચાર દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા
હતા.જેની અવધિ આજે પુરી થતા તપાસ અધિકારીએ બંને આરોપીઓને મુખ્ય કોર્ટ બિલ્ડીંગના
નવમા માળે આવેલી કોર્ટમાં રજુ કર્યા હતા.જેથી કોર્ટે આરોપીઓની સામે ઈપીકો-409ના
ગુનાની કલમ હોઈ કોર્ટને સત્તા ન હોવાથી જેલવોરંટ ભરાવીને આરોપીઓને જેલ કસ્ટડીમાં
મોકલવામાં આવ્યા હતા.જો કે
આરોપીઓને જેલમાં લઈ જવાને બદલે મોડી સાંજે ચાર કલાકે ફાસ્ટ ટ્રેક કોર્ટ
બિલ્ડીંગમાં ચોથા માળે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં કોઈ અગમ્ય કારણોસર એકા એક આરોપી
કાપડ દલાલ ભરતકુમાર તાલીયાએ કોર્ટ બિલ્ડીંગના ચોથા માળેથી પડતું મુકતાં કોર્ટ
સંકુલમાં અફડાતફડી મચી જવા પામી હતી.ચીફ કોર્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર વકીલો,પક્ષકારો તથા કોર્ટ
કર્મચારીઓએ ગંભીર રીતે ઘવાયેલા આરોપીને ઝડપી સારવાર મળે તે માટેતાકીદે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઈજાગ્રસ્ત કાપડ
દલાલને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે
ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ તેમના મૃત્ત જાહેર કર્યા હોવાની વિગતો
સાંપડી છે.આરોપીને જેલને બદલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગમાં લઈ જવા અંગે
ઘેરાતું રહસ્ય(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવારજેલ
વોરંટ ભરીને આરોપીઓને લાજપોર સેન્ટ્રલ લઈ જવાને બદલે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટ
બિલ્ડીંગમાં કેમ લઈ જવામાં આવ્યા ?
તે અંગે આરોપીના કૌટુંબિક સંબંધી તથા વકીલ નિમેશ દલાલે પ્રશ્નાર્થ
ઉઠાવ્યા છે.તદુપરાંત આરોપી કાપડ દલાલ ભરતકુમાર તાલીયાને અગાઉ સલાબતપુરા પોલીસમાં નોંધાયેલા
બે ગુનામાં જામીન મુક્ત કરવામાં આવ્યા બાદ હાલના ત્રીજા આ પ્રકારના ગુનામાં ધરપકડ
કરવામાં આવી હતી.મૃત્તકના સંબંધીઓએ આક્ષેપ મુક્યો છે કે સલાબતપુરા પોલીસ મથકની
પાસે જ રહેતા આરોપી ભરતકુમારને ગયા ગુરુવારે જ પોલીસે ઉંચકી ગયા બાદ બે દિવસ સુધી
ગોંધી રાખ્યા બાદ શનિવારે ધરપકડ બતાવી રવિવારે ઈન્ચાર્જ કોર્ટમાં ચાર દિવસના
રિમાન્ડ સાથે રજુ કર્યા હતા.અલબત્ત ઈન્ચાર્જ કોર્ટે આપેલા બે દિવસના રિમાન્ડની
અવધિ આજે પુરી થતાં આરોપીઓને મુખ્ય કોર્ટ બિલ્ડીંગમાં રજુ કરવામાં આવ્યા હતા.પરંતુ
સંબંધિત કોર્ટે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હોવા છતાં ફાસ્ટ ટ્રેક
કોર્ટ બિલ્ડીંગમાં ક્યા કારણોસર લઈ જવામાં આવ્યા તે અંગે પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા
છે.મૃત્તકના સંબંધીઓ દ્વારા આરોપી પર પોલીસે અન્ય ગુના દાખલ કરવા સંબંધે દબાણ
કર્યું હોવાનો આક્ષેપ પણ મુક્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.