ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:જમ્મુમાં જૈશ-લશ્કરનું 20 વર્ષ જૂનું નેટવર્ક ફરી સક્રિય થયું - At This Time

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:જમ્મુમાં જૈશ-લશ્કરનું 20 વર્ષ જૂનું નેટવર્ક ફરી સક્રિય થયું


જમ્મુ ક્ષેત્રમાં સેનાએ 20 વર્ષ પહેલાં પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તોઈબાના જે લોકલ નેટવર્કને જેટલી કડકાઈથી નિષ્ક્રિય કરી દેવાયું હતું, એ હવે ફરીથી સક્રિય થયું છે. પહેલાં આ લોકો આતંકવાદીઓના સામાન ઊંચકવાનું કામ કરતા હતા અને હવે એમને ગામોમાં જ હથિયાર, દારૂગોળો અને ખાવાપીવાની સામગ્રી આપી રહ્યા છે. તાજેતરના દિવસોમાં અટકાયત કરાયેલા 25 શંકાસ્પદ લોકોએ પૂછપરછમાં આ ચોંકાવનારી માહિતી આપી હતી. જમ્મુના 10માંથી 9 જિલ્લા, રાજૌરી, પૂંછ, રિયાસી, ઉધમપુર, કઠુઆ, ડોડા, કિશ્તવાડ, જમ્મુ અને રામબનમાં આ નેટવર્ક જામી ગયું છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ. પી. વૈદ્યના કહેવા પ્રમાણે રાજ્યમાંથી આર્ટિકલ 370 દૂર કરાઈ ત્યારથી જ પાકિસ્તાન આર્મી અને આઇએસઆઇએ જમ્મુને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. 2 વર્ષમાં આ નેટવર્ક સક્રિય કરાયું હતું. આ નેટવર્કની જ મદદથી આતંકવાદીઓએ 2020માં પૂંછ અને રાજૌરીમાં સેના પર મોટા હુમલા કર્યા હતા. ત્યાર પછી ઉધમપુર, રિયાસી, ડોડા અને કઠુઆને નિશાન બનાવ્યા. ભારતીય સૈન્યે આ આખી ચેન ટ્રેક કરી છે. જમ્મુ-કાશ્મીર : એક જ દિવસમાં 3 અથડામણ, 2 આતંકવાદી ઠાર મરાયા, 2 જવાન ઘાયલ
જમ્મુ ક્ષેત્રમાં આતંકનો સપાયો કરવા માટે ઉતરેલાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે 3 સ્થળે અથડામણ થઈ હતી. ડોડામાં બુધવારે મોડી રાત્રે 2 વાગ્યે કશ્તીગઢ વિસ્તારમાં આતંકવાદીઓએ સ્કૂલમાં બનાવાયેલા સુરક્ષા દળોના કૅમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 2 જવાન ઘવાયા હતા, જેમાં 1ની સ્થિતિ ગંભીર છે. બીજી અથડામણ રાજૌરીના સુંદરવાની વિસ્તારમાં થઈ હતી. અહીં કેટલાક શંકાસ્પદ લોકોને એલઓસી પાસે જોતાં જવાનોએ ગોળીબાર કરતાં ભાગી છૂટ્યા હતા. ત્રીજી અથડામણ કુપવાડાના કેરનમાં થઈ હતી, જ્યાં સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા 2 આતંકવાદીને સેનાએ ઠાર માર્યા હતા. 2020માં જમ્મુમાંથી સેના ખસેડીને લદ્દાખ મોકલાઈ અને આ જ પગલું આતંકવાદીઓ માટે ઘૂસણખોરીની તક બની ગયું-લે. જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડા, પૂર્વ જનરલ કમાન્ડિંગ ઇન ચીફ, નોર્ધર્ન કમાન્ડ
2020 સુધી જમ્મુ વિસ્તારમાં ઘણાં સુરક્ષા દળ તૈનાત હતાં પરંતુ ગલવાન એપિસોડ પછી ચીની આક્રમકતાનો જવાબ આપવા માટે અહીંથી સેનાને હટાવીને લદ્દાખ મોકલાઈ હતી. આતંકવાદીઓએ ભારતના આ પગલાને તક તરીકે લીધું અને પોતાનું આધાર કાર્ડ કાશ્મીરથી જમ્મુ ટ્રાન્સફર કરાવ્યું હતું. અહીં પહેલેથી જ બનેલા તેમના જૂના લોકલ નેટવર્કને સક્રિય કરવાનું હતું. અને એ જ થયું છે. જમ્મુમાં આતંકવાદી ઘટનાઓ સામ્પ્રદાયિક રંગ પણ લઈ શકે છે. કારણ કે અહીં વિશિષ્ટ વસ્તી ધરાવતા લોકો વધુ છે. અહીં કાશ્મીર કરતાં વસ્તીસંખ્યાનું બળ ઓછું છે અને માર્ગ સંપર્ક મર્યાદિત છે. મોટા ભાગનો વિસ્તાર પર્વતીય હોવાથી આતંકવાદીઓને અહીં ઠાર કરવામાં સમય લાગશે. પાકિસ્તાનના પૂર્વ અને વર્તમાન સૈનિકો પણ આતંકવાદી... સૈન્યનાં સૂત્રોના કહેવા પ્રમાણે રિયાસી હુમલા પછી માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી જે હથિયાર અને સેટેલાઇટ ફોન મળ્યા હતા, તેના આધારે પાક સેનાના પૂર્વ કે વર્તમાન સૈનિકો પણ નવા આતંકવાદીઓ હોવાનું પુરવાર થયું છે. આ લોકોના હુમલાની પેટર્ન પાક સેનાના પેરા ટ્રુપર ડિવિઝન જેવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.