ભારતે વર્લ્ડ કપમાં જબરી જીત મેળવતાં જસદણમાં હજારો ક્રિકેટ પ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા - At This Time

ભારતે વર્લ્ડ કપમાં જબરી જીત મેળવતાં જસદણમાં હજારો ક્રિકેટ પ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
શનિવારે ભારતે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જબરજસ્ત જીત મેળવતાં હજારો ક્રિકેટ પ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતાં આ મેચમાં ઇતિહાસ રચવાની તકનો ભારતે સંપુર્ણપણે ફાયદો ઊઠાવી સારો દેખાવ કરી દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવી દેતા મધરાત હોવા છતાં કેટલાંય ક્રિકેટ રસિકોએ ફટાકડાં ફોડી આ જીતનો આનંદ ઉઠાવ્યો હતો. દરમિયાન ક્રિકેટરસિક રાષ્ટ્રવાદી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ ટીમ ઇન્ડિયાને આ ઉત્કૃષ્ઠ દેખાવ અંગે ખુબ વખાણ કરી જણાવ્યું હતું કે કોહલીએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં ઉપરાંત અક્ષર પટેલ અને શિવમ દુબેએ યોગદાન આપી સમ્માનજનક સ્કોર સુધી ટીમને પહોંચાડી હતી બોલિંગમાં હાર્દિક પંડ્યા જસપ્રિત ગુમરાહે અર્ષદીપ સિંઘનું પણ ભારે યોગદાન થકી ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.