બાવળા અટલ હોલ ખાતે લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યું - At This Time

બાવળા અટલ હોલ ખાતે લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યું


ગતરોજ તા.૦૮/૦૨/૨૦૨૩ ના કલાક.૧૦/૩૦ વાગ્યે અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ ધ્વારા વ્યાજખોરી વિરૂધ્ધમાં બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અટલ હોલ ,બાવળા ખાતે મે.પોલીસ મહા નિરીક્ષક ડો.વી.ચન્દ્રશેખર સાહેબ શ્રી તથા ના.પો.અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સા. ધોળકા વિભાગ, ધોળકા તથા પો.ઇન્સ શ્રી જે.ડી.ડાંગરવાલા બાવળા પોલીસ સ્ટેશન તથા બાવળા તાલુકા મામલતદાર શ્રી સી.એલ સૂતરિયા સા.શ્રી ની ઉપસ્થિતિમાં વ્યાજખોરી બાબતેની જનજાગૃતિ લાવવા માટે લોકદરબાર રાખવામાં આવેલ હતો. આ લોકદરબારમાં સ્થાનિક રાજકીય અને સામાજીક આગેવાનો તેમજ ગામના સરપંચશ્રીઓ તેમજ સભ્યો અને વિવિધ બેંકોના મેનેજરો સહીત ૫૦૦ જેટલા મહાનુભાવોની હાજરીમાં વ્યાજખોરો તેમજ તેમના ત્રાસથી બચવા તથા તેવા વ્યાજખોરો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વ્યાજખોરો વિરૂધ્ધ લોક દરબા૨/ જન સંપર્ક યોજવામાં આવેલ હતો. આ લોકદરબારમાં વિવિધ બેંકોના મેનેજરો ધ્વારા અપાતી વિવિધ લોનો તેમજ વ્યાજદર વિગેરેની માહીતી આપવામાં આવેલ હતી. તેમજ પોલીસ મહા નિરીક્ષક સા.શ્રી ધ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સારુ માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇપણ ગેરકાયદેસર નાણાં ધિરનારની પ્રવૃતિ ચાલતી હોય નજીકના પોલીસ સ્ટેશન/ કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવા તે અંગે નજીકના પોલીસ સ્ટેશનમા સંપર્ક કરવા જણાવી કાર્યવાહી કરાવવા જરુરી માર્ગદર્શન આપવામા આવેલ હતુ.

રીપોર્ટર મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.