રાજકોટના ખાડા હવે મશીન રિપેર કરશે, ખાસ જેટ પેચર મગાવાયું
ડામરના પ્લાન્ટ હજુ ચાલુ નહિ થાય માટે કોલ્ડ મિક્સ ડામરનો ઉપયોગ કરાશે
મનપાએ ખાસ જેટ પેચર મશીન માટે ટેન્ડર કર્યા હતા. જોકે બાદમાં કોઇને કોઇ ટેક્નિકલ કારણોસર આ ટેન્ડર ખુલ્યા બાદ આગળ વધી શક્યા ન હતા પણ હવે રાજકોટની હાલત જોતા તુરંત જ આ મશીન મારફત કામ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાડાની આસપાસથી ડામર કાઢીને ચોરસ બનાવી નાખે. ત્યારબાદ મશીનમાંથી ખાસ પ્રકારનો ડામર તે ખાડામાં નાખે અને પછી વ્રાઈબ્રેટર મશીનથી તે ડામર દબાવાય અને એકાદ બે કલાકમાં ખાડો બુરાય જાય. આવી જ ટેક્નોલોજી હવે રાજકોટમાં વપરાવાની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.