રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના આ સફળ પ્રયાસથી ધોળાના મુસાફરો તેમજ ભાવનગર બોટાદથી સાબરમતી જનારા મુસાફરોને સુવિધા મળશે
(અસરફ જાંગડ દ્વારા)
ગ્રાહક બાબતો,અન્ન અને સાર્વજનિક વિતરણ ખાતાના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને તા.૨૭.૦૯.૨૦૨૪ના રોજ પત્ર લખીને ભાવનગર –સાબરમતી ઈન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૬૬/ ૨૦૯૬૫)ને ધોળા જંકશન પર સ્ટોપેજ આપવા અંગે આગ્રહ કર્યો હતો. ઘણા સમયથી સ્થાનિક લોકોની એવી માંગણી હતી કે ભાવનગર સાબરમતી ઈન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૬૬/ ૨૦૯૬૫)ને ધોળા જંકશન પર સ્ટોપેજ આપવામાં આવે. આ અંગે મંત્રીને ઘણી રજૂઆતો પણ મળી હતી. તેઓએ આ અંગે ભારત સરકારમાં રજૂઆત કરતાં રેલ મંત્રાલયના ૨૪.૧૦.૨૦૨૪ના પત્ર મારફતે ભાવનગર –સાબરમતી ઈન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૬૬/ ૨૦૯૬૫)ને ધોળા જંકશન પર સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જલ્દીથી આ સેવા શરૂ કરવામાં આવનાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.