વિજાપુર ના ખરોડ ગામ ના CHC સેન્ટર માં ફરજ પર ડોક્ટર ન હાજર હોવા નો મામલો
મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર ફરજ ઉપર હાજર ન હોવાના બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસ કરી ને
ડોક્ટર ફરજ ઉપર હાજર નહીં જણાઈ આવતા 10 દિવસ નો પગાર કપાયો તમામ રીપોર્ટ ગાંધીનગર આરોગ્ય ને મોકલવાયો અને ખરોડ ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર પરેશ દેસાઈ પોતાના ફરજ ઉપર હાજર નહીં રહેતા હોવાની ગામજનો માં ફરીયાદો ઉઠી હતી જે બાબત માં જીલ્લા આરોગ્ય વિભાગ સહિત તેમને જણ કરવામાં આવી હતી જે અનુસેતાન માં જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી દ્રારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં તપાસ માટે આવ્યા હતા અને કમૅચારીઓ ની હાજરી પત્રક તેમજ હાજરી માટે જરૂરી પુરાવા ની તપાસ કરી હતી જેમાં તપાસ દરમ્યાન ડોક્ટર પરેશ દેસાઈ ની ગેરહાજરી જણાઈ આવતા જીલ્લા આરોગ્ય ટીમે રીપોર્ટ કરી આરોગ્ય ને મોકલી આપવામાં આવ્યો હતો અને ડોક્ટર ની ફરજ ઉપર ની ગેરહાજરી ને લઈ 10 દિવસ નો પગાર કાપી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર આરોગ્ય વિભાગ ને તેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.