ધંધુકા નગરપાલિકા દ્વારા જાહેરમાં બિનવારસી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ. - At This Time

ધંધુકા નગરપાલિકા દ્વારા જાહેરમાં બિનવારસી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ.


ધંધુકા નગરપાલિકા દ્વારા જાહેરમાં બિનવારસી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બિન વારસી રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા ચીફ ઓફિસર વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ ધંધુકા શહેરી વિસ્તારમા જાહેરમાં બિનવારસી રખડતા પશુ ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગઈ કાલ રાત્રીના પાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ અને માલધારી યુવાનોને સાથે રાખી જાહેરમા રખડતા કુલ 17 જેટલાં પશુઓ ઢોરને પકડીને પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ આ જુમ્બેશ ચાલુ રહેવાની છે જેમાં માલિકો દ્વારા રખડતા ઢોરોને રખડતા મુકવામાં આવશે તો પકડી પાંજરાપોળ ખાતે મૂકી આપવામાં આવશે.ધંધુકા શહેરમાં રખડતા ઢોરોના માલિકોને જાહેર રસ્તા ઉપર પશુ ઢોરને ના છોડવાની સૂચના પણ અગાઉ બે દિવસ પહેલા આપી દેવામાં આવી હતી ત્યારબાદ ઢોર પકડવાડાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં અંદાજે 17 જેટલાં પશુ ઢોરને પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા છે.આગામી દિવસોમાં પણ આ જુમ્બેશ ચાલુ રાખવામાં આવશે તેવી સૂચના પણ અપાઈ હતી.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.